એચડીએફસી-બેન્કના ગ્રાહકોનો ડેટા ડાર્ક-વેબ પર લીક થયો?

મુંબઈઃ ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેન્કના લગભગ 6 લાખ ગ્રાહકોની અંગત માહિતી ડાર્ક વેબ પર કથિતપણે લીક થઈ ગયાના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ બેન્કે કહ્યું છે કે તેના ગ્રાહકોનો કોઈ ડેટા લીક થયો નથી.

પ્રાઈવેસી અફેર્સ નામક વેબસાઈટના દાવા મુજબ, એચડીએફસી બેન્કના ગ્રાહકોની માહિતી હેકર ફોરમ પર પોસ્ટ કરવામાં આવી હતી અને પોસ્ટ કરાયેલી ડેટા સાચી હોવાનું જણાયું છે. મુજબ લીક થયેલી માહિતીમાં ગ્રાહકોના પૂરેપૂરા નામ, ઈમેલ એડ્રેસ, રહેઠાણનું સરનામું તથા અન્ય સંવેદનશીલ માહિતીનો સમાવેશ થાય છે. સાઈબર-ગુનેગારોએ આ ડેટા એક જાણીતા હેકર ફોરમ પર વેચાણ માટે પોસ્ટ કરી હોવાનું મનાય છે.

જોકે ‘એચડીએફસી બેન્ક કેર્સ’ ટ્વિટર હેન્ડલ પર જણાવાયું છે કે એચડીએફસી બેન્કમાં કોઈ પ્રકારનો ડેટા લીક થયો નથી અને અમારી સિસ્ટમ્સનો કોઈ પણ ગેરકાયદેસર રીતે ભંગ કરાયો નથી કે એમાં એક્સેસ કરાયો નથી.