માત્ર 8 વર્ષનો ભારતીય મૂળનો આરવ બન્યો બ્રિટનનો સૌથી સ્માર્ટ બાળક

લંડનઃ ભારતીય મૂળનો એક 8 વર્ષનો બાળક 152ના આઈક્યૂ સાથે બ્રિટનમાં સૌથી વધારે આઈક્યૂ વાળા લોકોમાં આગળ આવ્યો છે. માત્ર 4 વર્ષની ઉંમરમાં તેણે મેન્સા ટેસ્ટમાં ભાગ લીધો હતો અને પોતાના આઈક્યૂનો પરિચય આપ્યો હતો. આરવ નામના આ બાળકને મેથેમેટિકલ અસોસિએશન દ્વારા આયોજિત લોજિકલ રીજનિંગ ટેસ્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો. તે 2 વર્ષની ઉંમરમાં જ 1 હજાર સુધીની ગણતરી કરી શકતો હતો.

બ્રિટનમાં જન્મેલા આરવે જણાવ્યું કે મને ગણિત પસંદ છે કારણ કે તેમાં એક જ સાચો ઉત્તર હોય છે. જ્યારે પરિણામો જાહેર થયા તો હું અચંબિત થઈ ગયો. હું ખરેખર ખુશ હતો. જ્યારે હું મેન્સા ટેસ્ટમાં બેઠો તો થોડો નર્વસ હતો પરંતુ મને કોઈ તકલીફ ન પડી કારણ કે પ્રશ્ન ખૂબ સરળ હતા.

ગણિત સીવાય શું પસંદ છે તેના જવાબમાં આરવે જણાવ્યું કે હું ચેસ રમવાનું પસંદ કરું છું અને જો વાતાવરણ સારુ હોય તો પોતાના બાઈક પર રાઈડ કરવાનું પસંદ કરું છું. આરવે આશાવાદ અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે હું એક દિવસ ચોક્કસ ગ્રાંડમાસ્ટર બનીશ. આરવ લીસેસ્ટરશાયર કાઉન્ટિ ચેસ ટીમમાં અંડર-9માં રમે છે.

આરવે જણાવ્યું કે સાચા મેથ્સ માટે અભ્યાસનું ખૂબ મહત્વ છે. આ જ પ્રકારે ચેસમાં એ સમજવું ખૂબ જરુરી છે કે આપના પ્રતિદ્વંદીના કોઈ ચાલ શાં માટે ચાલી રહ્યો છે. તે જણાવે છે કે માત્ર એક વિષય જેમાં હું ટોપર નથી અને તે છે સ્પોર્ટ. આરવે જણાવ્યું કે મને ક્રિકેટ રમવી ખૂબ પસંદ છે. જો કે મને ફુટબોલ અથવા રગ્બી પસંદ નથી.

આરવની માતા વર્ષા અજયકુમાર બ્રાંદ્રામાં ભણેલા છે અને અંધેરીના એડવાન્સ રેડિયોલોજી સેન્ટરમાં રેડિયોલોજિસ્ટ તરીકે કામ કરતા હતા. તેમણે જણાવ્યું કે તેને પહેલાથી જ અંકો સાથે પ્રેમ હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]