પેરિસઃ ફ્રાન્સની ગ્રીડ ઓપરેટર કંપની આરટીઈનું કહેવું છે કે હાલના ઊર્જા સંકટ વચ્ચે દેશમાં આગામી શિયાળાની મોસમમાં સંપૂર્ણ અંધારપટ થવાની સંભાવના નથી, પરંતુ ખૂબ ઊંચી માગવાળા સમયગાળા દરમિયાન થોડોક વીજકાપ મૂકાય એવી શક્યતાને નકારી શકાય નહીં.
RTEનું એમ પણ કહેવું છે કે દેશના ઘણા ખરા ભાગમાં વીજળીના વપરાશમાં 1-15 ટકા જેટલો ઘટાડો કરવાથી વીજળીની ખેંચની સમસ્યાને ટાળી શકાય. નવેમ્બર અને જાન્યુઆરી દરમિયાન દેશમાં વીજળીનો વપરાશ સૌથી વધારે રહેતો હોય છે. હાલની કટોકટીને ધ્યાનમાં લેતાં આ વખતના ઓક્ટોબર-ફેબ્રુઆરી-માર્ચ સમયગાળા દરમિયાન વીજકાપની સંભાવનાને નકારી શકાય નહીં.