વુહાન સંમેલનમાં દ્વિપક્ષીય મુદ્દાઓને ઉકેલવા માટે વિશ્વાસ પેદા કરશે મોદી-શી જિનપિંગ

બેજિંગઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગ આ સપ્તાહે થનારી અનઔપચારિક શિખર વાર્તા દરમિયાન ન તો કોઈ એગ્રીમેન્ટ પર સાઈન કરશે અને ન તો જોઈન્ટ પ્રેસ સ્ટેટમેન્ટ ઈશ્યુ કરશે. આ જાણકારી ચીનના અધિકારીઓએ આપી હતી. તેમણે જણાવ્યું કે આ દરમિયાન બંન્ને દેશોના નેતા એકમેકના સમન્વયને મજબૂત કરવા અને જૂના મુદ્દાઓને લઈને સહમતિ બનાવવાની કોશિષ કરશે.

વડાપ્રધાન મોદી 27 એપ્રિલના રોજ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગ સાથે અનઔપચારીક શિખર વાર્તા માટે સેન્ટ્રલ ચીનના બુહાન શહેર જશે. ચીનના ઉપવિદેશ પ્રધાન કોંગ શુઆનયુએ જણાવ્યું કે બંન્ને પક્ષોએ કોઈ સમજૂતી પર હસ્તાક્ષર ન કરવા અથવા કોઈ સંયુક્ત દસ્તાવેજ જાહેર ન કરવા, પરંતુ ગતિરોધવાળા મુદ્દાઓને ઉકેલવા માટે મહત્વપૂર્ણ સામાન્ય સહમતિ બનાવવા પર અનુમતી દર્શાવી છે.

આ દરમિયાન જ્યારે શુઆનયુને પૂછવામાં આવ્યું કે આ પ્રકારે સમિટની શું આવશ્યકતા છે તો તેમણે જણાવ્યું કે આ અનઔપચારિક વાર્તા પ્રથમવાર થઈ રહી છે. કોંગે જણાવ્યું કે અનઔપચારિક વાતચીતમાં બંન્ને નેતાઓ ગતિરોધવાળા મુદ્દાઓ પર ખુલ્લા દિલથી વાતચીત કરશે અને મતભેદ ઉકેલવા માટે આંતરિક વિશ્વાસ અને પરસ્પર સહમતિ બનાવવાનો પ્રયાસ કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]