સેન જુઆનઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીનો પ્રકોપ હવે ‘મિસ વર્લ્ડ-2021’ સૌંદર્ય સ્પર્ધાના ગ્રેન્ડ ફિનાલે કાર્યક્રમ ઉપર પણ પડ્યો છે. ‘મિસ ઈન્ડિયા-વર્લ્ડ’ માનસા વારાણસી સહિત અનેક સ્પર્ધક સુંદરીઓને કોરોના લાગુ પડ્યા બાદ પુએર્ટો રિકો દેશના સેન જુઆન શહેરમાં નિર્ધારિત ‘મિસ વર્લ્ડ-2021’ સ્પર્ધાને કામચલાઉ મુલતવી રાખવામાં આવી છે. આવતા 90 દિવસની અંદર ગ્રેન્ડ ફિનાલે કાર્યક્રમ નવી તારીખે યોજવામાં આવશે. આ જાહેરાત સ્પર્ધાના આયોજકોએ ‘મિસ વર્લ્ડ’ના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર કરી છે.
‘મિસ વર્લ્ડ’ની 70મી આવૃત્તિમાં ભાગ લઈ રહેલી અને કોરોનાગ્રસ્ત થયેલી સુંદરીઓ સહિત તમામને આઈસોલેશનમાં રાખવામાં આવ્યાં છે. અહેવાલો અનુસાર, ભારતની માનસા વારાણસી સહિત 17 જણને કોરોના થયો છે. ‘ફેમિના મિસ ઈન્ડિયા’ના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આને સમર્થન આપવામાં આવ્યું છે. છેલ્લે, જમૈકાની ટોની-એન સિંહે ‘મિસ વર્લ્ડ-2019’નો તાજ જીત્યો હતો.
PRESS STATEMENT: Miss World 2021 Postponed.
See announcement
https://t.co/J98KVc0Kpa pic.twitter.com/lHuLT6x8DV— Miss World (@MissWorldLtd) December 16, 2021