કેલિફોર્નિયામાં 6.4ની તીવ્રતાનો ભૂકંપઃ 70,000 ઘરોમાં વીજ ગૂલ

કેલિફોર્નિયાઃ અમેરિકાના ઉત્તરી કેલિફોર્નિયાના એક ગ્રામીણ ક્ષેત્ર ફેરનડલની પાસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલની પર એની તીવ્રતા 6.4 માપવામાં આવી હતી. ભૂકંપ પછી 70,000 ઘરોની વીજળી કાપવામાં આવી હતી. એ દરમ્યાન કેટલીક ઇમારતો અને એક રસ્તાને નુકસાન પહોંચ્યું હતું, જેમાં બે લોકોને ઇજા પહોંચી હતી. ભૂકંપના ક્ષેત્ર સાન ફ્રાન્સિસ્કોના આશરે 345 કિમી ઉત્તર પશ્ચિમ અને પ્રશાંત તટની નજીક છે. જોકે હમ્બોલ્ટ કાઉન્ટી શેરિફ કાર્યાલય અનુસાર કમસે કમ 12 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને બે લોકોનાં મોત થયાં હતાં.

ઉત્તર કેલિફોર્નિયાના કેટલાક ભાગોમાં મંગળવારે મોડી રાત્રે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અમેરિકાના ભૂગર્ભીય સર્વેક્ષણ વિભાગે આ માહિતી આપી હતી. આ ભૂકંપને કારણે અનેક જગ્યે વીજ પુરવઠામાં ક્ષતિ પહોંચી હતી અને અનેક મકાનો અને રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 માઇલ ઊંડું હતું.  આ ભૂકંપ પછી પણ અનેક આંચકા અનુભવાયા હતા.   

આ ભૂકંપને કારણે અનેક ઘરો, રસ્તાઓ, વીજળી અને પાણીની સુવિધાને ભારે નુકસાન થયું હતું. હજ્જારો લોકો વગર વીજળીને કારણે રહેવા મજબૂર થયા હતા.