ઈઝરાયલી દળોએ લેબેનોનમાં ડ્રોન હુમલો કરીને હિઝબુલ્લાહનો અડ્ડો ખલાસ કર્યો

તેલ અવીવઃ ઈઝરાયલના સંરક્ષણ દળોએ દેશની સરહદ પરના એક લશ્કરી થાણા પર હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠન દ્વારા મિસાઈલ વડે કરાયેલા હુમલાનો વળતો જવાબ આપીને પડોશના લેબેનોનના દક્ષિણ ભાગમાં ડ્રોનની મદદથી તોપ વડે હુમલો કર્યો છે અને હિઝબુલ્લાહના અડ્ડાનો સફાયો કરી નાખ્યો છે.

ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ, ઈઝરાયલી સંરક્ષણ દળોએ કહ્યું કે હિઝબુલ્લાહએ કરેલા મિસાઈલ હુમલા સામે તેણે તોપમાંથી ગોળો છોડીને વળતો હુમલો કર્યો છે. ગયા સોમવારે બપોરે હિઝબુલ્લાહના મિસાઈલ હુમલા બાદ દક્ષિણી લેબેનોનમાંથી ઈઝરાયલની ભૂમિમાં ઘૂસી આવેલા આતંકવાદીઓ સાથેની લડાઈમાં ઈઝરાયલી સેનાના એક અધિકારી અને બે સૈનિકનું મરણ થયું હતું તેમજ બીજા પાંચ સૈનિકો ઘાયલ થયા હતા.

ઈઝરાયલી સેનાએ ગાઝા સ્ટ્રીપમાં ઈસ્લામિક યૂનિવર્સિટીને ટાર્ગેટ બનાવીને હુમલો કર્યો હતો. આ યૂનિવર્સિટી ગાઝા સ્ટ્રીપમાં હમાસ આતંકવાદી સંગઠનનું મહત્ત્વનું રાજકીય અને લશ્કરી કેન્દ્ર ગણાય છે. આ જ સ્થળે આતંકવાદીઓને શસ્ત્રોની તાલીમ આપવામાં આવે છે.ત