આંદોલનકારીઓને ઈરાનના પ્રમુખની ચેતવણી

તેહરાનઃ ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીએ કહ્યું છે કે, ‘22 વર્ષીય યુવતી મહસા અમિનીનું પોલીસ કસ્ટડીમાં નિપજેલું મૃત્યુ એક દુઃખદ ઘટના છે અને એને કારણે ઈસ્લામિક પ્રજાસત્તાક ઈરાનમાં દરેક જણ દુઃખી થયું છે, પરંતુ, મહસાનાં મૃત્યુ અંગે હિંસક આંદોલનના ફેલાવા વચ્ચે અંધાધૂંધી ઊભી કરવામાં આવે તેને જરાય ચલાવી નહીં લેવાય. આંદોલનનો અંત લાવવામાં આવે નહીં તો મહિલાઓ સહિતના આંદોલનકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જનતાની સુરક્ષાનો મુદ્દો સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓની ધરપકડ કરવામાં આવશે.’

ઉલ્લેખનીય છે કે, મહસા અમિનીએ ‘અયોગ્ય ડ્રેસ’ પહેર્યો હતો એટલે દેશમાં મહિલાઓ માટે પહેરવેશને લગતાં કડક નિયમનો અમલ કરાવવા પોલીસે એની ધરપકડ કરી હતી. અમિનીનું ગઈ 13 સપ્ટેમ્બરે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. એને પગલે ઈરાનના 80 જેટલા શહેરોમાં રોષે ભરાયેલાં લોકો આંદોલન પર ઉતર્યાં છે. અમિની કુર્દ પ્રાંતના સકેઝ શહેરની રહેવાસી હતી. 

રઈસીએ અમિનીનાં મૃત્યુ અંગે તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે. એમણે અમિનીનાં પરિવારજનો સાથે ફોન પર વાતચીત કરી છે અને અમિનીનાં મૃત્યુ માટે દોષીઓ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. એમણે હિજાબવિરોધી આંદોલનને વખોડી કાઢ્યું છે અને કહ્યું છે કે 

ઈરાનમાં હિજાબવિરોધી આંદોલનમાં અત્યાર સુધીમાં 76 જણના મરણ થયા છે.