ઇસ્લામાબાદઃ પેટ્રોલ પછી હવે પાકિસ્તાનમાં બગડતી આર્થિક સ્થિતિ વચ્ચે ખાંડ, ઘઉંના લોટ સહિત ખાણીપીણીની ચીજવસ્તુઓની કિંમતો વધારવામાં આવી છે. અહેવાલ મુજબ કેબિનેટની આર્થિક સમન્વય સમિતિ (ECC)એ શુક્રવારે પાકિસ્તાનના યુટિલિટી સ્ટોર્સ કોર્પોરેશન (USC)માં ખાંડ, ઘઉંનો લોટ અને ઘી (બટર)ના દરોમાં વધારાને મંજૂરી આપવામાં આવી છે.
USCમાં ખાંડની કિંમત રૂ. 68 પ્રતિ કિલોથી વધારીને રૂ. 85 પ્રતિ કિલો, ઘી (બટર) રૂ. 170થી વધીને રૂ. 260 કિલોદીઠ અને ઘઉંનો લોટ કિલોદીઠ રૂ. 850થી વધીને રૂ. 950 પ્રતિ બેગ થઈ ગયા છે. યુટિલિટી સ્ટોર્સ કોર્પોરેશન દ્વારા અપાતી સબસિડીવાળી કિંમતો અને બજાર કિંમતો વચ્ચે અંતર વધી ગયું છે.
નાણાપ્રધાન શૌકત તારિનની સમિતિએ બે લાખ ટન ખાંડની આયાત, કપાસ અને ચોખાના પાક માટે ખાતર પર સબસિડી અને પાકિસ્તાનના વેપાર નિગમ દ્વારા બે લાખ કપાસની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે.
આ પહેલાં ગુરુવારે પાકિસ્તાન સરકારે પેટ્રોલની કિંમતમાં રૂ. 5.40 પ્રતિ લિટર અને હાઇ-સ્પીડ ડીઝલની કિંમતોમાં રૂ. 2.54 પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી પેટ્રોલની નવી કિંમત રૂ. 118.09 લિટરદીઠ અને ડીઝલની કિંમત લિટરદીઠ રૂ. 116.5 હશે. હવે કેરોસીન અને હલકા ડીઝલની કિંમતોમાં રૂ. 1.39 અને રૂ. 1.27નો વધારો થયો. જેથી કેરોસીનની નવી કિંમત રૂ. 87.14 અને હલકા ડીઝલની કિંમત રૂ. 8467 થઈ ગઈ છે.