આરોગ્યપ્રધાનને કોરોના થતાં જોન્સને પોતાને આઈસોલેટ કર્યા

લંડનઃ બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને એમના કેબિનેટ સાથી અને આરોગ્ય પ્રધાન સાજિદ જાવિદનો કોરોનાવાઈરસ રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ પોતાને આઈસોલેટ કરી દીધા છે. એમના સત્તાવાર નિવાસસ્થાન 10, ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા આજે જણાવવામાં આવ્યું છે કે જોન્સન એક ચેપી વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા તેથી એમને સેલ્ફ-આઈસોલેટ કરવાનું કહેવામાં આવ્યું છે. તેઓ આગામી અઠવાડિયામાં માત્ર આવશ્યક સરકારી કામ જ કરશે.

બ્રિટનના નાણાં પ્રધાન રિશી સુનક પણ ચેપી વ્યક્તિના સંપર્ક હતા તેથી એમને પણ વડા પ્રધાન જોન્સનની જેમ સરકારી યોજના લાગુ પડશે જે અનુસાર, તેઓ સેલ્ફ-આઈસોલેશનમાં રહીને કામકાજ ચાલુ રાખી શકશે. તદુપરાંત એમણે દરરોજ તબીબી પરીક્ષણ કરાવવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, બ્રિટિશ સરકારે દેશમાં આવતીકાલે, સોમવારથી મોટા ભાગના કોવિડ નિયંત્રણો ઉઠાવી લેવાની છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]