વિદેશથી પોતાના દેશમાં પૈસા મોકલવાના મામલે ભારતીયો સૌથી આગળ, વાંચો વધુ વિગતો…

વોશિંગ્ટનઃ વિદેશથી પોતાના દેશમાં પૈસા મોકલવાના મામલે ભારતીયો સૌથી આગળ છે. વર્ષ 2018માં પણ તેમણે પોતાના સ્થાનને બરકરાર રાખ્યું છે. વિશ્વ બેંકના રિપોર્ટ અનુસાર પ્રવાસી ભારતીયોએ આ વર્ષે 80 અબજ ડોલર ભારત મોકલ્યા છે. ભારત બાદ ચીનનો નંબર આવે છે. ચીનના નાગરીકોએ 67 અબજ ડોલર પોતાના દેશમાં મોકલ્યા છે.

ભારત અને ચીન બાદ મેક્સિકો (34 અબજ ડોલર), ફિલિપીન (34 અબજ ડોલર) અને મિસ્ત્ર (26 અબજ ડોલર) નો નંબર આવે છે. વિશ્વ બેંકના રિપોર્ટ અનુસાર વિદેશમાંથી પોતાના દેશમાં નાણા મોકલવા મામલે ભારતીયો સૌથી આગળ છે. બેંકે પોતાના અનુમાનમાં કહ્યું છે વિકાસશીલ દેશોને અધિકારિક રુપે મોકલવામાં આવેલું ધન 2018 માં 10.8 ટકા વધીને 528 અબજ ડોલરના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે. ગત વર્ષે આમાં 7.8 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.

રિપોર્ટમાં કહેવાયું છે કે પાછલા ત્રણ વર્ષોમાં વિદેશથી ભારતમાં મોકલવામાં આવેલા ધનમાં મહત્વપૂર્ણ વૃદ્ધિ થઈ છે. 2016માં આ 62.7 અબજ હતુ જે વર્ષ 2017માં વધીને 65.3 અબજ ડોલર પર પહોંચ્યું હતું.

વિશ્વ બેંકે કહ્યું છે કે વિકસિત દેશો અને એમાં પણ ખાસ કરીને અમેરિકામાં આર્થિક પરિસ્થિતિઓમાં મજબૂતી અને તેલની કીંમતોમાં વૃદ્ધિના સંયુક્ત અરબ અમીરાત જેવા જીસીસી દેશોથી નિકાસી પર સકારાત્મક પ્રભાવથી નાણા મોકલવામાં વૃદ્ધિ થઈ છે. અમીરાતથી નિકાસીમાં 2018ના પ્રથમ છ માસીક ગાળામાં 13 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે. વિશ્વ બેંકે જણાવ્યું કે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં તેમના પ્રવાસી નાગરિકો દ્વારા મોકલવામાં આવતા ધનમાં ક્રમશઃ 17.9 અને 6.2 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]