આ મહિનામાં બેંકમાં રહેશે આટલા દિવસ રજા, જરુરી કામ પતાવી લેજો…

અમદાવાદઃ ડિસેમ્બર વર્ષનો અંતિમ મહિનો છે અને લોકો વર્ષ 2018ને વિદાય આપવાની તૈયારી કરી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને લોકો ફરવા જવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ એક વાત એ પણ જરુરી છે કે તમારે તમારા આર્થિક વ્યવહારોનું કામ વહેલું પતાવી લેવું પડશે કારણ કે મહિનાના અંતમાં લાંબા સમય સુધી બેંકો બંધ રહેશે. કારણ કે બેંકોની હડતાળથી લઈને ક્રિસમસના તહેવારો આવી રહ્યા છે.

બેંક યુનિયનોએ વિવિધ માગને લઇને આગામી 21 અને 26 ડિસેમ્બરે હડતાળની જાહેરાત કરી છે. જેમાં 21 ડિસેમ્બરે ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશને પગાર વધારાની માંગને લઇને કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા નિયમોનો વિરોધ નોંધાવવા હડતાળની જાહેરાત કરી છે.

તો 26 તારીખે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયને બેંક હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળ બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજ્યા બેંકના વિલયના વિરોધમાં કરી છે.

તો આગામી દિવસોમાં બેંકોમાં રજા વિશે વાત કરીએ તો. 22 ડિસેમ્બરે ચોથો શનિવાર છે, દર મહિને બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહે છે. જ્યારે 23 ડિસેમ્બરે રવિવાર આવે છે, જે જાહેર રજા છે. ત્યારબાદ 25 ડિસેમ્બરે ક્રિસમસના તહેવારની રજા છે, જો કે 24 ડિસેમ્બરે સોમવારે બેંક ખુલી રહેશે તેમ કહેવામાં આવી રહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]