કોરોનાના કેસ વધી જતાં ભારતીયોને માલદીવમાં નો-એન્ટ્રી

માલેઃ માલદીવની સરકારે જાહેરાત કરી છે કે કોરોનાવાઈરસ રોગચાળાના કેસ વધી ગયા હોવાથી 13મેથી તે ભારતમાંથી તથા દક્ષિણ એશિયાના અન્ય દેશોમાંથી આવવા માગતા પર્યટકોને વિઝા આપવાનું હાલપૂરતું બંધ કરે છે. એક ટ્વિટર પોસ્ટમાં માલદીવના ઈમિગ્રેશન વિભાગે કહ્યું છે કે દક્ષિણ એશિયાના દેશોમાંથી આવતા પર્યટકો તથા અન્ય તમામ કેટેગરીઓનાં વિઝાધારકો માટે કામચલાઉ ધોરણે પ્રતિબંધ મૂકે છે.

આ પ્રતિબંધ 13 મે, 2021થી લાગુ થશે. છેલ્લા 14 દિવસોમાં દક્ષિણ એશિયાના દેશોમાં થઈને આવનાર તમામ પર્યટકોને પણ આ પ્રતિબંધ લાગુ થશે, એમ પણ માલદીવના વિભાગે નિવેદનમાં જણાવ્યું છે.