ન્યુ યોર્કઃ વિશ્વભરમાં 21મી સદીમાં પણ મહિલાઓ સાથે થઈ રહેલા અન્યાય વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે નિંદા કરી છે. એની સાથે તેમણે કહ્યું છે કે 21મી સદી મહિલા સમાનતા માટે હોવી જોઈએ.તેમણે જણાવ્યું હતું કે બધી જગ્યાએ મહિલાઓ સાથે ખરાબ વર્તન થાય છે, કેમ કે તેઓ મહિલા છે, એમ ન્યુ યોર્કમાં ધ ન્યુ સ્કૂલમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જે રીતે પાછલી સદીઓમાં ગુલામી અને વસાહતીકરણ એક કલંક હતું એમ જ 21મી સદીમાં મહિલા અસમાનતા થવાની આપણને શરમ આવવી જોઈએ, કેમ કે એ અસ્વીકાર્ય છે. બલકે એ મૂર્ખતાપૂર્ણ કામ છે. તેમણે કહ્યું કે જેન્ડર સમાનતા એક સારા વિશ્વ બનાવવાની શરત છે. તેમણે કહ્યું કે મહિલાઓની સાથે કેટલાંક સ્થળોએ દુષ્કર્મ અને ઘરેલુ હિંસા ચાલુ છે, જે બંધ થવી જોઈએ. 34 દેશોમાં લગ્ન પછી મહિલાઓની સાથે બળાત્કાર અસંવૈદ્યાનિક છે. તેમણે કહ્યું હતું કો યૌન અને પ્રજનન અધિકારોને વિવિધ પક્ષોથી જોખમ છે અને આ ભેદભાવ બધા મહિલાઓને પ્રભાવિત કરી રહ્યા છે. આમાં નેતા અને લોકપ્રિય હસ્તીઓ પણ સામેલ છે.
ગુટેરેસના અનુસાર પિતૃસત્તા પુરુષો અને મહિલાઓની જિંદગીને પ્રભાવિત કરી રહી છે. એનું પરિણામ યુવકો અને યુવતીઓને ચૂકવવું પડે છે. જોકે મહિલાઓ સાથે થઈ રહેલી હિંસાની માહિતી વિશ્વભરમાંથી આવે છે, જે એક યુદ્ધ સમાન છે. તેમણે કહ્યું હતું કે અમારા દેશમાં પુરુષ સતત મહિલાઓ પર હાથ ઉઠાવે છે, પણ એને કોઈ અટકાવવાના પ્રયત્ન નથી કરતા.