નવી દિલ્હીઃ ઇઝરાયેલી સેનાએ દક્ષિણી લેબનોનમાં જોરદાર હવાઈ હુમલા કર્યા છે. ઇઝયારેયલી સુરક્ષા દળોએ લેબનોનમાં હિજબુલ્લાના અન્ડરગ્રાઉન્ડ કમાન્ડ સેન્ટરો પર અનેક એર સ્ટ્રાઇક કરી છે. આ સૈન્ય કાર્યવાહીમાં 50થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમાં હિજબુલ્લાના સાઉથ ફ્રન્ટ અને રાડવાન ફોર્સના છ સિનિયર કમાન્ડર પણ સામેલ છે. જેથી હિજબુલ્લા હવે શાંતિની વાત કરી રહ્યું છે.
ઇઝરાયેલે દક્ષિણી લેબેનોનમાં જમીની હુમલા પણ શરૂ કર્યા છે, જે સતત જારી છે. એ દરમ્યાન હિજબુલ્લાએ કહ્યું હતું કે એણે તેના મૃતક કમાન્ડરોને સ્થાને નવી નિમણૂકો કરી દીધી છે. બીજી બાજુ ઇઝરાયેલી સેનાએ ભૂમધ્ય સાગરના 60 કિલોમીટર ક્ષેત્રમાં નિવાસીઓએ તથા માછીમારોને સમુદ્ર તટથી દૂર રહેવાની ચેતવણી આપી છે.
‘Hezbollah is on the back foot and is getting battered,’ said US State Department spokesperson Matthew Miller, adding that ‘they’ve changed their tune and want a ceasefire’ https://t.co/f0W43EEMtb pic.twitter.com/f9cWKNYt8z
— Reuters (@Reuters) October 9, 2024
અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મૈથ્યુ મિલરે એક બ્રિફિંગમાં કહ્યું હતું કે હિજબુલ્લાના મંગળવારના યુદ્ધવિરામના આહવાનથી સ્પષ્ટ માલૂમ પડે છે કે આતંકવાદી જૂથ બેકફૂટ પર જઈ રહ્યું છે. હિજબુલ્લાના ઉપનેતા નઇમ કાસિમનું કહેવું છે કે અમારા જૂથની ક્ષમતા હજી પણ યથાવત્ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ઇઝરાયેલના હુમલા પછી ઇઝરાયેલી જમીની ઘૂસણખોરી કરવા માટે પાછળની તરફ ધકેલી રહ્યા છે.
મિલરે કહ્યું હતું કે અમે આ સંઘર્ષનું કૂટનીતિ સમાધાન ઇચ્છીએ છીએ. તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે શું લેબનોનના નવા રાષ્ટ્રપતિની પસંદગી માટે પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે મિલરે જણાવ્યું હતું કે અમેરિકાના અધિકારી હંમેશાંથી મધ્યસ્થીઓ હેઠળ લેબેનોનમાં વિવધ ખેલાડીઓની સાથે વાતચીત કરી રહ્યા છે.