અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાના પ્રયાસમાં ચાર ભારતીયોનાં મોત

ટોરોન્ટોઃ કેનેડાની પોલીસે ચાર ભારતીયો સહિત આઠ લોકોમાંથી બે જણનાં નામ લીધાં છે, જેમના મૃતદેહો અમેરિકા-કેનેડાની બોર્ડરના માર્શલેન્ડ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. પોલીસ તેમના મોતના સંજોગોની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે નદી કિનારેથી ગયા સપ્તાહે આઠ લોકોના મૃતદેહો કબજે કર્યા કર્યા છે, જે કેનેડાથી અમેરિકામાં પ્રવેશ કરવાના પ્રયાસ કરી રહ્યા હતા. આમાં ત્રણ વર્ષથી ઓછી ઉંમરનાં બે બાળકો પણ સામેલ છે અને એમાં બે કેનેડાના નાગરિક પણ હતા.

પોલીસે કહ્યું હતું કે તેમનામાંથી કમસે કમ ત્રણ ગુજરાતના પરિવારના સભ્યો છે. બીજી બાજુ, ગુજરાતના મહેસાણા જિલ્લાના એક પરિવારે દાવો કર્યો હતો કે હાલમાં કેનેડાથી અમેરિકા જવાના પ્રયાસમાં માર્યા ગયેલા આઠ લોકોમાં સામેલ ચાર ભારતીય તેમના સંબંધી છે. તેઓ વિજાપુર તાલુકાના માનેકપુર ગામના નિવાસી જસુભાઈ ચૌધરીએ કહ્યું હતું કે તેમના ભાઈ, ભાભી અને તેમને બે બાળકો આશરે બે મહિના પહેલાં વિઝિટર વિસા પર કેનેડા ગયા હતા.

કેનેડાની પોલીસે કહ્યું હતું કે ગયા ગુરુવારે એક્વેસસ્નેની પાસે સેન્ટ લોરેન્સ નદીમાં પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં પોલીસને આઠ લોકોના મૃતદેહો મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે તેઓ ભારતીય અને રોમાનિયાના મૂળના બે પરિવાર હતા, જે અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

મહેસામા જિલ્લા વહીવટી તંત્રના એક અધિકારીએ કહ્યું હતું કે માલેકપુરા ગામના નિવાસીઓના ચારે મૃતકોના મૃતદેહોને તેમના પૈતૃક ગામ પરત લાવવાની વ્યવસ્થા કરવાની વિનંતી સાથે જિલ્લાધિકારીથી સંપર્ક કર્યો છે.