વોશિંગ્ટનઃ અમેરિકી સંસદસભ્યોના એક ગ્રુપે ફરી એક વાર હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝ (પ્રતિનિધિ સભા)માં વિદેશી વિદ્યાર્થીઓથી સંકળાયેલું એક વિધેયક રજૂ કર્યું છે. એ વિધેયકમાં એ કાર્યક્રમને બંધ કરવાની એવી જોગવાઈ છે કે જે શિક્ષણ પૂરું થયા પછી કેટલીક શરતો સાથે વિદેશી વિદ્યાર્થીઓને દેશમાં કામ કરવા માટે રોકાવાની મંજૂરી આપે છે. સંસદસભ્ય પોલ એ ગોસરની સાથે સંસદસભ્યો મો બ્રુક્સ, એન્ડી બિગ્સ અને મેટ ગેટસએ ફેરનેસ ફોર હાઈ-સ્કિલ્ડ અમેરિકન એક્ટ રજૂ કર્યું હતું. એ વિધેયક પસાર થવાથી એના દ્વારા ઓપ્શનલ પ્રેક્ટિસ ટ્રેનિંગ (OPT)માં ઇમિગ્રેશન અને નેશનાલિટી એક્ટમાં સુધારો કરી શકાશે.
વિશ્વમાં એવો કયો દેશ છે, જે એવો કાયદો નહીં, પણ કાર્યક્રમ બનાવે છે- જે પોતાના વેપાર વ્યવસાયમાં પોતાના દેશના કામદારોને બદલે વિદેશી કામદારોને ઓછું વળતર આપીને રહેવાની મંજૂરી આપે છે. અમેરિકાના એ કાર્યક્રમનું નામ છે ઓપ્ટ (OPT) અને એ અમારા કામદારોનો ત્યાગ દર્શાવે છે, એમ ગોસરે કહ્યું હતું.
ગોસરે સૌપ્રથમ વાર 116મી પાર્લમેન્ટમાં ફેરનેસ ફોર હાઈ-સ્કિલ્ડ અમેરિકન એક્ટ રજૂ કર્યું હતું અને ઓપ્ટને (OPT) ખતમ કરવા માટે હોમલેન્ડ સિક્યોરિટી વિભાગની સામે એક કેસમાં અમેરિકી કામદારોને ટેકો આપતાં તેમણે એમિક્સ બ્રીફ પર બે વાર એમાં હસ્તાક્ષર કર્યા હતા. એમિક્સ બ્રીફ એક કાયદાકીય દસ્તાવેજ છે, જેને કોઈ પણ કોર્ટના કેસમાં એ લોકો દ્વારા દાખલ કરી શકાય છે, જે કેસમાં તેઓ વાદી નથી હોતા, પણ એમાં રસ રાખે છે. ગોસરે આરોપ લગાવ્યો હતો કે ઓપ્ટે એક લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પછી અમેરિકામાં ત્રણ વર્ષ કામ કરવાની મંજૂરી આપીને H-1Bના નિયમની અવગણના કરી હતી.