પાંચ વર્ષના પુત્રને માતા ખાઈ ગઈ છતાં કોર્ટે છોડી મૂકી, જાણો…

નવી દિલ્હીઃ ઇજિપ્તમાં એક હ્દયદ્રાવક ઘટના બની છે. અહીં એક માતાએ પાંચ વર્ષના પુત્રનું માથું કાપી નાખ્યું હતું અને પછી એ ખાઈ ગઈ હતી. ત્યાર બાદ તેણે પુત્રના શરીરના નાના-નાના ટુકડા કર્યા હતા, ને ગરમ પાણીમાં ઉકાળ્યા હતા અને પછી ખાઈ ગઈ હતી. આ ઘટના હ્રદયને હચમચાવી નાખે એવી છે.

29 વર્ષીય આરોપી મહિલા હના મોહમ્મદ હસન પર પુત્ર યુસુફની હત્યાનો મામલો ચાલી રહ્યો હતો, પણ કોર્ટે તેને એમ કહેતા છોડી દીધી હતી કે તે માનસિક રીતે સ્વસ્થ નથી. કોર્ટે આવી નિર્મમ હત્યા કરનારી મહિલાને પાગલ જાહેર કરી હતી. હાલ તેની સારવાર ચાલી રહી છે. મહિલાએ ખુદ તેનો ગુનો કબૂલ્યો હતો. કોર્ટે 30 સપ્ટેમ્બરે ચુકાદો આપતાં કહ્યું હતું કે તેણે પુત્રને પાગલપનની સ્થિતિમાં મારી કાઢ્યો હતો. તે માનસિક રીતે સ્વસ્થ નથી. આરોપી મહિલાને ત્યાર પકડવામાં આવી, જ્યારે બાળકના કાકાને તેના મૃતદેહના ટુકડા બાથરૂમમાંથી બાલટીમાં મળ્યા હતા.

તેણે પુત્રના માથું ખાધું હોવાનું કબૂલ્યું હતું, કેમ કે તે ઇચ્છતી હતી કે તે હંમેશાં તેની સાથે રહે. વાસ્તવમાં આ મહિલા તેના પતિથી અલગ થઈ ચૂકી હતી. પુત્રની કસ્ટડી માટે કેસ ચાલી રહ્યો હતો.

તે માનસિક રોગી હતી અને તેણે તેના પુત્ર પર ઘરમાં ચાકુથી હુમલો કર્યો હતો. તેને કારણે તેના પુત્રનું મોત થયું હતું. કોર્ટે તેના મેન્ટલ સ્ટેટસની તપાસ માટે તેને મોકલવાનો આદેશ આપ્યો છે.