અત્યાર સુધીની સૌથી ભીષણ વિન્ટર હીટવેવની ચપેટમાં યુરોપ

બર્નઃ શિયાળામાં યુરોપમાં જો તમે બરફના પહાડોની કલ્પના કરી રહ્યા છો, તો ભૂલી જાઓ, કેમ કે નવા વર્ષ 2023 પહેલાં મધ્ય યુરોપીય દેશોમાં હવામાન અચાનક ટી-શર્ટ પહેરવા લાયક થઈ ગયું છે. કેટલાય લોકોને કડકડતી ઠંડીથી અચાનક થોડી રાહત જરૂર મળી છે, પણ જળવાયુ પરિવર્તનના નિષ્ણાતો એને ખતરાની ઘંટી કહી રહ્યા છે.

યુરોપની સેંટિનલ-2 સેટેલાઇટએ પહેલી જાન્યુઆરીએ સ્વિસ આલ્પ્સમાં એલ્ટડોર્ફ શહરના ફોટો લીધા હતા, જ્યાં હાલના સમયે તાપમાન સામાન્ય રીતે (-) બે અને (+) ચાર ડિગ્રીની વચ્ચે રહેતું હોય છે, પણ નવા વર્ષના દિવસોમાં તાપમાન 19.2 ડિર્ગી સેલ્સિયસ સુધી વધી ગયું છે. રાતનું તાપમાન (-) 16 ડિગ્રી રહ્યું છે. આ જ પ્રકારે ડેન્માર્ક, નેધરલેન્ડ, પોલેન્ડ અને ચેક રિપબ્લિક સહિત મધ્ય અને ઉત્તર-પશ્ચિમી યુરોપના અન્ય દેશોમાં તાપમાન ફેરફાર જોવા મળ્યો છે.

વિશ્વભરના જળવાયુ વૈજ્ઞાનિક અને હવામાન વૈજ્ઞાનિકોએ આ બેમોસમ ગરમી પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. નાસાના જળવાયુ વૈજ્ઞાનિક રયાન સ્ટાફરે યુરોપમાં અસામાન્ય તાપમાન દર્શાવતા ફોટો શેર કરતાં કહ્યું હતું કે મેં આ પ્રકાર પૂર્વાનુમાન ક્યારેય નહીં જોયું. જળવાયુ અસરોને જોવી મુશ્કેલ છે.

તેમણે કહ્યું હતું કે સાઉન્ડિગ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રોપોસ્ફેરિક વોર્મિંગ અને સ્ટ્રેટોસ્ફેરિક કુલિંગને જોવા મળ્યું હતું, જેમાં જળવાયુ પરિવર્તનથી અપેક્ષા કરી શકાય.

તેમણે કહ્યું હતું કે યુરોપના આધુનિક ઇતિહાસમાં છેલ્લા થોડા દિવસોમાં ગંભીર હીટવેવ જોવા મળી હતી. વર્તમાન ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને જોતાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે આ શતાબ્દીના અંત સુધીંમા 80 ટકા એલ્પાઇન ગ્લેશિયર પીગળી જશે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]