પેરિસઃ ફ્રાન્સની સરકારના પ્રવક્તાએ જણાવ્યું છે કે દેશના પ્રમુખ ઈમેન્યુએલ મેક્રોન ગયા મંગળવારે વેલેન્સી શહેર નજીક સલામતી વ્યવસ્થામાં પડેલા એક વિક્ષેપમાં એક શખ્સે એમને થપ્પડ મારી હતી તે છતાં પોતાના પ્રવાસ દરમિયાન સામાન્ય લોકોને મળવાનું ચાલુ રાખશે.
મેક્રોને પોતાને થપ્પડ મારવાની તે ઘટનાને મૂર્ખતા અને અછડતી ઘટના તરીકે ગણાવીને એની અવગણના કરી હતી. હુમલાખોરને ડેમિનટ ટી તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે, જે 28 વર્ષનો છે. નામાંકિત વ્યક્તિ પર હુમલો કરવાનો એની પર આરોપ મૂકાયો છે અને એને ત્રણ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. તે એક યૂટ્યૂબ ચેનલનો સબસ્ક્રાઈબર પણ હોવાનું કહેવાય છે. પોલીસમાં એનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી અને તેની આ હરકત વિશે એના મિત્રો તથા ઓળખીતાઓએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. એમણે કહ્યું કે ડેમિયન તો એકદમ શરમાળ પ્રકૃતિનો અને સીધોસાદો યુવાન છે.