ચોકસી હોટેલ બુકિંગ, ફ્લાઇટની ટિકિટ ઓફર કરતોઃ બાર્બરા

એન્ટિગુઆઃ હજારો કરોડ રૂપિયાના PNB કૌભાંડમાં ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસી ડોમિનિકાની જેલમાં બંધ છે. મિસ્ટ્રી ગર્લને નામથી મશહૂર અને ચોકસીની ગર્લફ્રેન્ડ બાર્બરા જાબરિકાએ પહેલી વાર મૌન તોડ્યું છે. જાબરિકાએ મેહુલને અપહરણ કરવાની અફવાનું ખંડન કરતાં કહ્યું હતું કે અપહરણ કરવાનો તો કોઈ મતલબ નથી. તે સંબંધ બનાવવા માટે હોટેલ બુક, ફ્લાઇટની ટિકિટ કરાવવાની ઓફર કરતો હતો, પણ તેણે બધા પ્રસ્તાવ ફગાવ્યા હતા.

મેહુલ ચોકસીની ગર્લફ્રેન્ડ બાર્બરા જાબરિકાએ કહ્યું હતું કે કોઈએ તેનાથી સંપર્ક નહોતો કર્યો, અપહરણનો કોઈ અર્થ નથી. બારબરાના જણાવ્યા મુજબ જે લોકો જોલી હાર્બર ક્ષેત્રને જાણે છે, તેમના માટે સુરક્ષિત સ્થાન-અહીંથી કોઈનું અપહરણ કરવાનું અશક્ય છે. તેણે કહ્યું હતું કે તેને મેહુલની સંપત્તિમાં અથવા રૂપિયામાં કોઈ રસ નથી.

તેણે દાવો કર્યો હતો કે તે ચોકસીની સાથે ઘણી વાર કોફી પીવા, સાંજે ફરવા અને ડિનર પર જતી હતી. તેણે એ પણ ખુલાસો કર્યો હતો કે ચોકસીએ તેનું નામ રાજ જણાવ્યું હતું અને તેની આસપાસના બધા એ નામે તેને બોલાવતા હતા. ચોકસીએ તેને હોટલ બુક કરાવવા અને તેની ફ્લાઇટની ટિકિટના પૈસા આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો, પણ મેં એ પ્રસ્તાવ ફગાવ્યો હતો, કેમ કે એનાથી અપેક્ષા વધે છે અને જગત ખોટું સમજે છે. તે ચોકસી સાથે માત્ર મિત્રની જેમ રહેવા ઇચ્છે છે.
બારબરાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે આ વર્ષે મેમાં તેણે મારી સાથે વેપાર કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો, કેમ કે તે જાણતો હતો કે હું પ્રોપર્ટીથી સાથે સંકળાયેલા કામ કરું છું. તે એન્ટિગુઆમાં બુટિક, હોટલ અને ક્લબ ખોલવા ઇચ્છતો હતો. જોકે તે છ મહિનામાં છથી આઠ નંબર બદલતો હતો.

જોકે ચોકસીની પત્ની પ્રીતિએ આરોપ લગાવ્યો હતો કે ગર્લફ્રેન્ડ બાર્બરા જાબરિકાએ અપહરણ કરાવ્યું હતું.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]