દુબઈઃ ભારતમાં કોરોનાવાઈરસની બીજી લહેરમાં કેસો અને મરણની સંખ્યા ખૂબ વધી ગઈ હોવાથી અગ્રગણ્ય એરલાઈન એમિરેટ્સ આવતી 25 એપ્રિલથી 3 મે સુધી ભારતીયોને યૂએઈ માટે વિમાન પ્રવાસ નહીં કરાવે. ભારતીયો તેમજ છેલ્લા 14 દિવસોમાં ભારતમાં થઈને બીજા કોઈ પણ દેશમાંથી આવતા વિમાન પ્રવાસીઓને પણ વિમાન પ્રવાસ નહીં કરાવે.
આ એરલાઈન જોકે યૂએઈથી પ્રવાસીઓને ભારત લઈ જવાનું અને કાર્ગો ફ્લાઈટ્સ ઓપરેટ કરવાનું ચાલુ રાખશે.
