યુકેમાં 1.40 લાખ લોકોને કોરોનાની રસી અપાઈ

લંડનઃ ફાઇઝર અને બાયોએનટેક દ્વારા વિકસિત વેક્સિનને પહેલા સપ્તાહમાં યુકેમાં રસીકરણના કાર્યક્રમના ભાગરૂપે આશરે 1,40,000 લોકોને કોવિડ-19નો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. આ રસીને બે સપ્તાહ પહેલાં ઇમર્જન્સીમાં ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપવામાં આવી હતી. જેથી આઠ ડિસેમ્બરે આ રસી લોકોને આપવાની શરૂઆત કરવામાં આવી હતી, જેથી બ્રિટન ક્લિનિકલ ટ્રાયલ પછી લોકોને પહેલો ડોઝ આપનાર પહેલો દેશ બની ગયો છે.

આ એક સારી શરૂઆત છે. સાત દિવસમાં ઇંગ્લેન્ડમાં 1,00,000, વેલ્સમાં 7897, નોર્થન આયર્લેન્ડમાં 4,000, સ્કોટલેન્ડમાં 18,000- એમ યુકેમાં કુલ 1,37,897 લોકોને રસી આપવામાં આવી છે, એમ નદિમ ઝાહવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું.

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસથી 16 ડિસેમ્બર, 2020 સુધીમાં અમેરિકામાં 3,11,316, બ્રાઝિલમાં 1,82,854, મેક્સિકોમાં 1,15,099, ભારતમાં 1,44,000, યુકેમાં 64,908 અને ઇટાલીમાં 65,857 લોકોનાં મોત થયાં છે.