બાઇડન, કમલા કેપિટોલ ભવનની બહાર શપથ લેશે

વોશિંગ્ટનઃ અમેરિકાની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં વિજયી નીવડેલા જો બાઇડન અને ચૂંટાયેલા ઉપ-રાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસ અમેરિકાના કેપિટોલ ભવનની બહાર પોતાના પદના શપથ ગ્રહણ કરશે. આયોજનકારોએ કોવિડ-19ના પ્રોટોકોલનું પાલન કરતાં ઐતિહાસિક સમારોહની યોજના બનાવી છે. બાઇડનની ટીમે 20 જાન્યુઆરીની ઇવેન્ટની વિસ્તૃત માહિતી જારી કરી હતી. તેઓ કોઈ પણ આશ્વાસન આપ્યા વગર યોજનાબદ્ધ રીતે આગળ વધી રહ્યાં છે. આ કાર્યક્રમમાં હાલના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેશે. જોકે તેમણે સમર્થકોને આ વિશે માહિતગાર નથી કર્યા.

આ સપ્તાહે કોરોનાની નવી વેક્સિન આવ્યા છતાં સામાન્ય જનતા માટે એ હજી ઘણા મહિના દૂર છે. બાઇડનની ટીમે સમર્થકોને અરજ કરી રહી છે કે તેઓ શપથ ગ્રહણ સમારોહની ઉજવણી કરવા માટે વોશિંગ્ટન ડીસી ના આવે. આ ઉદઘાટન સમારોહની સમિતિએ એક નિવેદનમાં કહ્યું હતું કે આ શપથ ગ્રહણ સમારોહમાં બહુ મર્યાદિત લોકો હાજર રહેશે અને એના પછી પરેડ એકદમ નોખી રીતે યોજાશે.

આ શપથ ગ્રહણ સમારોહ પછી બાઇડન એક ઉદઘાટન ભાષણ આપશે, જેમાં તેઓ વાઇરસને કેવી રીતે ખતમ કરવો, ભવિષ્ય ઉજ્જવળ કરવું અને દેશને એકસૂત્રમાં રાખવાનો દ્રષ્ટિકોણ વ્યક્ત કરશે. સમિતિએ જાહેરાત કરી હતી કે ભૂતપૂર્વ FDA કમિશનર ડો. કેસલરને ઉદઘાટન સમારોહ માટે ચીફ મેડિકલ એડવાઇઝર તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉદઘાટન સમારોહ અન્ય પરંપરાગત ઉદઘાટન કાર્યક્રમની જેમ લંચ કે વિદાય લઈ રહેલા રાષ્ટ્રપ્રમુખ સાથે ચાનો કાર્યક્રમ થશે કે કેમ?- એ હજી નક્કી નથી.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]