અમેરિકાના પરમાણુ ભંડાર પર મોટો સાઇબર હુમલો

વોશિંગ્ટનઃ અમેરિકાના ન્યુક્લિયર હથિયારોના ભંડારની દેખરેખ કરતી નેશનલ એટોમિક એનર્જી એજન્સી (NNSA)  ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી (DOE)ના નેટવર્ક પર મોટો સાઇબર હુમલો થયો છે. હેકર્સે મોટી સંખ્યામાં ગુપ્ત ફાઇલોને ચોરી લીધી છે. આ સાઇબર હુમલામાં કમસે કમ અડધો ડઝન ફેડરલ એજન્સીઓ પ્રભાવિત થઈ છે. જોકે હેકર્સે કેટલી માહિતી ચોરી છે એની જાણકારી નથી મળી.

અમેરિકી મિડિયા પોલિટિકોના અહેવાલ અનુસાર ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીના ચીફ ઇન્ફોર્મેશન ઓફિસરે રોકી કેમ્પિયોને આ ઘટનાની પુષ્ટિ કરી છે. ત્યાર બાદ નેશનલ એટોમિક એનર્જી એડમિનિસ્ટ્રેશનની ટીમ હેકિંગથી સંકળાયેલી બધી માહિતી યુએસ કોંગ્રેસ સમિતિને મોકલવામાં આવી છે. ટૂંક સમયમાં સરકાર દ્વારા આ મામલે નિવેદન જારી કરવામાં આવે એવી શક્યતા છે.

અમેરિકાની જે એજન્સીઓમાં સુરક્ષા અધિકારીમાં સંદિગ્ધ કામકાજ રેકોર્ડ કર્યા છે, એમાં ન્યુ મેક્સિકો અને વોશિંગ્ટનની ફેડરલ એનર્જી રેગ્યુલેટરી કમિશન (FERC), સેન્ડિયા રાષ્ટ્રીય પ્રયોગશાળા ન્યુ મેક્સિકો અને લોસ અલામોસ રાષ્ટ્રીય પ્રયોગાશાળા વોશિંગ્ટન, નેશનલ ન્યુક્લિયર સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનની સેફ ટ્રાન્સપોર્ટ ઓફિસ અને રિચલેન્ડ ફીલ્ડ ઓફિસ સામેલ છે. આ બધા વિભાગ અમેરિકાના ન્યુક્લિયર વેપન્સનો નિયંત્રિત અને એમને સુરક્ષિત ટ્રાન્સપોર્ટેશનને સુનિશ્ચિત કરે છે.

અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હેકર્સ અન્ય એજન્સીઓની તુલનામાં ફેડરલ એનર્જી રેગ્યુલેટરી કમિશનને વધુ નુકસાન પહોંચાડી શકે છે. આ એજન્સીના નેટવર્કમાં તેમને સૌથી વધુ ઘૂસણખોરીના પુરાવા સાંપડ્યા છે. આ મામલે સાઇબર સિક્યોરિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યોરિટી એજન્સી હેકિંગની કામગીરીથી જોડાયેલી તપાસમાં અમેરિકી એફડરલ સર્વિસિસને મદદ કરી રહી છે.