યુરોપના આઠ દેશોમાં કોરોનાના નવા સ્ટ્રેન મળ્યાઃ WHO

જિનિવાઃ કોરોના વાઇરસના નવા સ્ટ્રેન સામે આવ્યા પછી વિશ્વમાં ફફડાટ વ્યાપી ગયો છે. યુરોપના આઠ દેશોમાં અત્યાર સુધી કોરોનાના નવા સ્ટ્રેન મળ્યા છે, એમ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ માહિતી આપી હતી. સંસ્થાએ કહ્યું હતું કે એ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. સંસ્થાના યુરોપના રિજિયોનલ ડિરેક્ટર હંસ ક્લુગે કહ્યું હતું કે પાછલા સ્ટ્રેનથી વિપરીત નવા સ્ટ્રેન યુવાઓમાં ઝડપથી પ્રસરી રહ્યા છે, એટલે પૂરતી સાવધાની રાખવી જરૂરી છે.

ગયા સપ્તાહે બ્રિટનમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેન વિશે પહેલી વાર માહિતી મળી હતી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ પ્રકારના સંક્રમણ અન્ય SARS-CoV-2 વેરિયન્ટની તુલનામાં વધુ સંક્રમક છે. નવા સ્ટ્રેન આવ્યા પછી કેટલાય દેશોએ બ્રિટનની યાત્રા પર પ્રતિબંધ મૂક્યો છે. WHOએ 11 માર્ચે કોરોના વાઇરસને વૈશ્વિક રોગચાળો જાહેર કર્યો હતો.  

વિશ્વમાં કોરોનાના 7.98 કરોડ કેસ

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર વિશ્વમાં કોરોના વાઇરસથી 7.98 કરોડ લોકો સંક્રમિત થયા છે. ત્યાં 17.4 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે. અમેરિકામાં કોરોનાના 1.87 કરોડ સૌથી વધુ કેસો છે. અત્યાર સુધીમાં અહીં 3.30 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે. ભારત કોરોના મામલે બીજા ક્રમે છે. દેશમાં કોરોનાના 1.47 કરોડ કેસો નોંધાયા છે.  દેશમાં 1.47 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]