પાક. વિધાનસભામાં ભારત અને હિંદુવિરોધી ટિપ્પણી પર હોબાળો…

પેશાવરઃ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની વિધાનસભામાં એક વિધાયક દ્વારા હિંદુવિરોધી ટિપ્પણી કરવા પર હોબાળો થયો હતો. આ ટિપ્પણીના વિરોધમાં અલ્પસંખ્યક સમુદાયોનું પ્રતિનિધિત્વ કરનારા સભ્યોએ એસેમ્બલીમાંથી વોક આઉટ કરી દીધું હતું. ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતીય એસેમ્બલિક સદસ્ય શેર આઝમ વઝીરે પાકિસ્તાનમાં હિંદુઓ અને ભારત વિરુદ્ધ ટિપ્પણી કરી, જેના પર વિધાનસભાના અન્ય એક સદસ્ય રવિકુમારે આપત્તિ વ્યક્ત કરી.

કુમારે કહ્યું કે ભારત પાકિસ્તાનનો શત્રુ છે, પરંતુ તે પાકિસ્તાનના હિંદુ સમુદાયને લઈને શત્રુતાપૂર્ણ વલણ નથી રાખતો. વઝીરે બાદમાં પોતાના નિવેદન પર માફી માગી અને સ્પષ્ટ કર્યું કે તેમનો અર્થ હતો કે ભારત પાકિસ્તાનમાં હિંદુ સમુદાયનો નહી પરંતુ પાકિસ્તાનનો શત્રુ છે.

સદનના અધ્યક્ષ મુશ્તાક ગની અને વઝીરના નિવેદનને સદનની કાર્યવાહીથી હટાવી દેવામાં આવ્યું. ખૈબર પખ્તૂનખ્વાની પ્રાંતીય એસેમ્બલીમાં અલ્પસંખ્યક સમુદાયના ત્રણ સભ્યો છે.

ઉલ્લેખનીય છે કે પુલવામામાં આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]