બીજિંગઃ કોરોનાવાઈરસ મહામારીના ફેલાવાને કારણે બંધ રાખ્યા બાદ ચીન તેની સરહદોને આંતરરાષ્ટ્રીય પર્યટકો માટે ફરી ખુલ્લી મૂકી દીધી છે. આવા પર્યટકો માટે ચીને 2020ના માર્ચ મહિનામાં પ્રતિબંધો લાદ્યા હતા.
હવે ચીનમાં પ્રવેશનાર પ્રવાસીઓએ ક્વોરન્ટીન થવાની જરૂર નહીં રહે. ચીનમાં કોરોનાનાં કેસ ફરી વધ્યા છે તે છતાં સરકારે આ મોટો નિર્ણય લીધો છે. જોકે પ્રવાસીઓએ એમને કોરોનાનો ચેપ લાગ્યો નથી એવો પુરાવો દર્શાવતો નેગેટિવ પીસીઆર ટેસ્ટ રિપોર્ટ દર્શાવવો પડશે. તે ટેસ્ટ એમણે ચીન તરફ પ્રવાસ શરૂ કર્યાના 48 કલાકની અંદર કરાવી હોવી જોઈએ.