બ્રિટિશ PM સુનક, 15 મંત્રીઓ આગામી ચૂંટણીમાં હારી શકેઃ સર્વે

લંડનઃ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક અને તેમના 15 કેબિનેટ પ્રધાનો બ્રિટનમાં થનારી આગામી ચૂંટણીમાં હારી જાય એવી શક્યતા છે. બ્રિટનમાં કરવામાં આવેલા સર્વેંમાં આ દાવો કરવામાં આવ્યો છે. વડા પ્રધાન ઋષિ સુનક, ડેપ્યુટી વડા પ્રધાન ડોમિનિક રાબ, આરોગ્ય સચિવ સ્ટીવ બાર્કલે, વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલી, સંરક્ષણ સચિવ બેન વાલેસ, બિઝનેસ સચિવ ગ્રાન્ટ શાપ્સ, કોમન્સ લીડર પેની માર્ડટ અને પર્યાવરણ સચિવ થેરેસી કોફી સહિત કન્ઝર્વેટિવ પાર્ટી (ટોરી)ના વરિષ્ઠ સભ્યોની સાથે આગામી ચૂંટણીમાં હારનું જોખમ છે.

બ્રિટનમાં 2024 દરમ્યાન થનારી સામાન્ય ચૂંટણી માટે કરાવવામાં આવેલો સર્વે સામે આવ્યો છે, જેમાં માત્ર પાંચ કેબિનેટપ્રધાનો એ ચૂંટણીમાં પોતાની બેઠક બચાવી શકશે, જેમાં જેરેમી હન્ટ, સુએલા બ્રેવરમેન, માઇકલ ગોવ, નાદિમ જવાવી અને કેમી બડેનોચ છે.

હાલમાં કેબિનેટના મોટા ભાગના ટોરી સાંસદો માટે લેબર પાર્ટીના સભ્યો માટે પડકાર પડશે. કેટલાક ટોરી સભ્યો અન્ય પાર્ટીઓ સામે પણ હારી જાય એવી શક્યતા છે, જેમાં રૈબ એશર અને વોલ્ટનમાં લિબરલ ડેમોક્રેટ્સથી હારી શકે છે. જ્યારે સ્કોટિશ સચિવ એલિસ્ટર જેક ડમફ્રીઝ અને ગૈલાવેમાં SNP સામે હારી શકે છે. ઋષિ સુનકની સરકારને બ્રિટનમાં અનેક મુદ્દાઓના વિરોઝનો સામનો કરવો પડી રહ્યો છે. બેસ્ટ ફોર બ્રિટનના મુખ્ય કાર્યકારી અધિકારી નાઓમી સ્મિથનું કહેવું છે કે ઋષિ સુનક હારની હકદાર છે. બેસ્ટ ફોર બ્રિટન એક એવી સંસ્થા છે, જે આંતરરાષ્ટ્રીય મૂલ્યો અને યુરોપીય સંઘની સાથે ઘનિષ્ઠ સંબંધો પર ભાર મૂકે છે.