ચીને WTOમાં ભારત વિરુદ્ધ મુદ્દા ઉઠાવ્યા

જિનિવાઃ ચીને દરિયાપારનાં વિદેશી મૂડીરોકાણ અને  200 ચાઇનીઝ એપ પર ભારતે લગાવેલા પ્રતિબંધ સહિતના વિવિધ મુદ્દા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ભારત વિરુદ્ધ ઉઠાવ્યા છે. ચીને કોરોના રોગચાળાના પ્રકોપ પછી ભારતીય કંપનીઓના તકવાદી હસ્તાંતરણ પરના નિયંત્રણો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરવા સાથે ચીને બહુપક્ષી ટ્રેડના નિયમોને અસંગત ગણાવ્યા હતા. ચીને આ સાથે ચેતવણી ઉચ્ચારી હતી કે આ પગલાંઓથી બંને દેશોનાં વેપારી હિતોને અસર થવાની શક્યતા છે. ચીને આવું નિવેદન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ભારતની ટ્રેડ નીતિની ચર્ચા દરમ્યાન આપ્યું હતું.

ભારતની સાતમો ટ્રેડ પોલિસી રિવ્યુનો રિપોર્ટ જાન્યુઆરીમાં WTOમાં બહાર પાડવામાં આવ્યો હતો, પણ  ચર્ચા-વિચારણાની મિનીટ્સ ગયા સપ્તાહે જાહેર કરવામાં આવી હતી. બેન્ક ઓફ ચાઇનાએ માર્ચ ત્રિમાસિકમાં ઓપન માર્કેટ ખરીદી દ્વારા હાઉસિંગ ડેવલપમેન્ટ ફઆઇનાન્સ કોર્પો (HDFC)માં 0.8 ટકાથી હિસ્સો વધારીને 1.01 ટકા કરતાં ભારતે એપ્રિલમાં FDI નિયંત્રણ લાદ્યાં હતાં. ચીનના આ પગલાથી દેશની સૌથી મૂલ્યવાન કંપનીના હસ્તાંતરણનો ભય ઊભો થયો હતો, એમ કે કોરોના રોગચાળાને કારણે અનિશ્ચિતાભર્યા માહોલમાં કંપનીના બજાર મૂલ્યને પ્રતિકૂળ અસર થવાની સંભાવના હતી.

ભારતે મેન્યુફેક્ચરિંગ અને ડિજિટલ ઇન્ડિયાની પહેલથી મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ ક્ષેત્રે હરીફાઈમાં વધારો કર્યો છે, એનો અમે સ્વીકાર કરીએ છીએ, પણ ભારતનાં કેટલાંક પગલાં WTOના સિદ્ધાતોને સુસંગત નથી. કેટલાંક ICT (ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન્સ ટેક્નોલોજી)નાં ઉત્પાદનો પરના ટેરિફ ભારતની પ્રતિબદ્ધતા કરતાં વધુ છે. વળી, અમે સામાન્ય વેપાર-વ્યવસાયમાં નેશનલ સિક્યોરિટીની એપ્રિલકેશન સાથે પણ ચિંતિત છીએ, જેના દ્વારા ભારતે 200 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પગલાથી સપ્લાય ચેઇન અને ગ્રાહકો માટે નકારાત્મક પરિણામો આવ્યાં છે, એમ પણ ચીને કહ્યું હતું.