નવી દિલ્હીઃ ઉનાળાની ગરમીમાં લોકો પરસેવાની વાસને દૂર કરવા માટે ટેલ્કમ પાઉડરનો ઉપયોગ કરતા હોય છે. બાળકોથી માંડીને વયોવૃદ્ધ દ્વારા આ પાઉડરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પરંતુ WHOએ ટેલ્કમ પાઉડરને લઈને સનસનીખેજ ખુલાસો કર્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની કેન્સર એજન્સીએ શુક્રવારે ટેલ્ક પાઉડર મનુષ્યો માટે સંભવતઃ કેન્સરકારી હોવાનો દાવો કર્યો છે.
એક બહારના નિષ્ણાતે પણ આ દાવા પર એ જ પ્રકારે સચેત રહેવાની સલાહ આપી છે, જે રીતે ધૂમ્રપાન માટે સાવધાન કરવામાં આવે છે. WHOની આંતરરાષ્ટ્રીય અનુસંધાન એજન્સી કેન્સર (IARC)એ કહ્યું હતું કે આ નિર્ણય સીમિત પુરાવાને આધારિત હતો. ટેલ્ક મનુષ્યોમાં ડિમ્બગ્રંથિના કેન્સરનું કારણ બની શકે છે. પર્યાપ્ત પુરાવા એ ઉંદરોમાં કેન્સરથી જોડાયેલો હતો અને એ માનવ કોશિકાઓમાં કેન્સરજન્ય લક્ષણ દેખાય છે.
ધ લેન્સર્ટ ઓન્કોલોજીમાં પ્રકાશિત એજન્સીના નિષ્કર્ષો અનુસાર ટેલ્કની કારણાત્મક ભૂમિકા પૂરી રીતે સ્થાપિત ના કરી શકાય. આ ઘોષણા અમેરિકી દવા અને સૌંદર્ય પ્રસાધનની દિગ્ગજ કંપની જોન્સન એન્ડ જોન્સન દ્વારા ટેલ્કમ આધારિત પાઉડર ઉત્પાદનોની સુરક્ષા વિશે ગ્રાહકોને ગુમરાહ કરવાના આરોપોને નિપટાવવા માટે 700 મિલિયન ડોલરની ચુકવણી કરવા પર સહમતી દર્શાવ્યાના થોડાં સપ્તાહ પછી આવી છે. કંપનીએ ખોટું કામ કરવાની વાત સ્વીકારી નહીં, પણ કંપનીએ 2020માં ઉત્તરી અમેરિકી બજારમાંથી ઉત્પાદનો પરત ખેંચ્યા હતા.