બ્રિટનની નવી વીસા સિસ્ટમઃ કેટલા પોઇન્ટની જરૂર?

લંડન: બ્રિટન સરકારે દેશમાં આવી રહેલા વર્કર્સના અવિરત પ્રવાહને ખાળવા માટે નવી વીઝા પદ્ધતિ જાહેર કરી છે. આ વીઝા પદ્ધતિ 1 જાન્યુઆરી, 2021થી બ્રિટનમાં લાગુ કરવામાં આવશે બ્રિટન હવે યુરોપિયન યુનિયનથી છૂટું પડ્યું છે, તેથી ઈયુના રેગ્યુલેશન હવે બ્રિટનમાં લાગુ પડશે નથી. વિજ્ઞાનીઓ, એન્જિનિયરો અને શિક્ષણવિદો, પ્રતિભા ધરાવતા લોકોને વીઝા આપવામાં પ્રાથમિકતા અપાશે. બ્રિટન સરકાર દેશની અંદર ઇમિગ્રેશન કાયદાના મૂળભૂત પાલનના ભાગરૂપે અંગ્રેજી નહીં બોલી શકતા મજૂરો અને બિનકુશળ કામદારો માટે દરવાજા બંધ કરશે. સરકાર ફેકટરીઝ, વેરહાઉસીસ, હોટેલ્સ અને રેસ્ટોરાંમાં કામ કરતા ઈયુના સસ્તા મજૂરોનો યુગ સમાપ્ત કરવા માગે છે.

બ્રિટનના વીસા મેળવવા માગતા લોકો માટે સરકારે ઓસ્ટ્રેલિયન સ્ટાઇલની પોઇન્ટ સિસ્ટમને શરૂ કરી છે. જેથી સરકાર હવે બ્રિટિશ સરહદોને સંપૂર્ણ નિયંત્રણમાં લેવા માગે છે. બ્રિટન આ પહેલાં યુરોપિયન યુનિયન સાથે જોડાયેલું હતું અને એનો ભાગ હતું, જેથી બ્રિટનમાં પણ ઈયુના કાયદા લાગુ પડતા હતા, પણ હવે યુરોપિયન યુનિયનથી બ્રિટન છૂટું પડતાં બ્રિટને ઈયુ સહિત કોઈ પણ દેશની વ્યક્તિને બ્રિટનમાં પ્રવેશવા પર આકરાં નિયંત્રણો લાદ્યાં છે.  બ્રિટને ઈયુથી છૂટા પડીને દાયકાઓમાં પહેલી વખત સરહદો પર નિયંત્રણ લેવાનું શરૂ કર્યું છે. સરકારે આના ભાગરૂપે વીઝા આપવા માટે ગાઇડલાઇન મૂકી છે, જેમાં સરકાર બ્રિટનમાં ઉચ્ચ કૌશલ ધરાવતા અને હાઇ ક્વોલિફાઇડ વ્યક્તિ એટલે કે અંગ્રેજી બોલી શકતી વ્યક્તિને જ બ્રિટનમાં પ્રવેશવા દેવા માગે છે.  જોકે ઉદ્યોગપતિઓએ સરકારના આ પગલાનો વિરોધ કરતાં કહ્યું છે કે અર્થતંત્રને માઠી અસર થશે. તેમણે કહ્યું હતું કે ફેક્ટરીમાં, વેરહાઉસિસમાં અને હોટેલ-રેસ્ટોરાંમા શ્રમિકોને મોટે પાયે રોજગાર ગુમાવવાનો વારો આવશે. બ્રિટનની નવી વીઝા સિસ્ટમ હેઠળ કુશળ લોકોને જ પ્રાથમિકતા અપાશે. જેથી વિદેશી પ્રવાસીઓની સંખ્યા નિયંત્રિત થશે. બ્રિટનના ગૃહપ્રધાન પ્રીતિ પટેલે કહ્યું હતું કે અમે વિશ્વના પ્રતિભાશાળી અને યોગ્ય વ્યક્તિઓને જ આવવા માટે પ્રોત્સાહિત કરીશું. જે અમારા અર્થતંત્ર અને અમારા સમાજને આગળ વધારશે

નવી પોઇન્ટ વીઝા પ્રક્રિયામાં યોગ્યતાને આધારે પોઇન્ટ અપાશે

નવી પોઈન્ટ આધારિત વિઝા પ્રક્રિયામાં વિશિષ્ટ કૌશલ્ય, યોગ્યતા અને પગાર કે વ્યવસાયો માટે પહેલા અમે નક્કી પોઈન્ટ આપીશું. તેનાથી ફક્ત એ ઉચ્ચ કૌશલ્ય અને સૌથી વધુ પ્રતિભા ધરાવતા લોકોને પ્રાથમિકતા અપાશે અને તેમને વીઝા મળશે, જેમને પૂરતા પોઈન્ટ મળે. આ નિયમો યુરોપિયન યુનિયન અને બિન યુરોપિયન દેશોને સમાન રીતે લાગુ પડશે. તેમાં વિજ્ઞાનીઓ, એન્જિનિયરો અને શિક્ષણવિદો સહિત ઉચ્ચ કૌશલ્ય અને સૌથી વધુ પ્રતિભા ધરાવતા લોકોને પ્રાથમિકતા અપાશે.

પોઇન્ટ આધારિત વીઝા સિસ્ટમનો ઉદ્દેશ

ભારત સહિત વિશ્વના સૌથી પ્રતિભાશાળી અને સૌથી સારા લોકોને જ બ્રિટન આકર્ષિત કરવા માગે છે. બ્રિટન ઓછું કૌશલ્ય ધરાવતા શ્રમિકોની સંખ્યા ઘટાડવા માગે છે.