બ્રેક્ઝિટ મામલોઃ વિપક્ષે બોરિસ જોનસનને ‘જિદ્દી બાળક’ ગણાવ્યા

લંડન: બ્રિટનના મંત્રીઓએ ભારપૂર્વક કહ્યું કે, 31 ઓક્ટોબર સુધીમાં કોઈ પણ કિંમતે યૂરોપીય સંઘમાંથી બ્રિટન અલગ થઈ જશે. જોકે, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને સંસદમાં નવા કરાર પર બહુમત પ્રાપ્ત કરવામાં અસફળ રહ્યા બાદ યૂરોપીય કાઉન્સિલના અધ્યક્ષ ડૉનલ્ડ ટસ્કને હસ્તાક્ષર વિના પત્ર મોકલ્યો છે. જોનસને કહ્યું કે, આ બ્રિટનની સંસદનો પત્ર છે, તેમનો પોતાનો નહીં. જોનસને યુરોપિયન સંઘમાંથી બ્રિટનને બહાર કરવાની તારીખ 31 ઓક્ટોબરથી 3 મહિના વધારીને 31 જાન્યુઆરી કરવાની અપીલ કરી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, વરિષ્ઠ મંત્રી માઈકલ ગોવ એ સ્કાઈ ન્યૂઝને જણાવ્યું કે, તેમની પાસે 31 ઓક્ટોબર સુધી ઈયૂને છોડવા માટે સાધન અને ક્ષમતા છે. ગોવ એ કહ્યું કે, પ્રધાનમંત્રીનનો નિશ્ચય પાક્કો છે અને સરકારની દ્રઢ નીતિ સમય સીમા હેઠળ પૂર્ણ કરવાની છે. અમે જાણીએ છીએ કે, યૂરોપીય સંઘ અમને છોડવા માગે છે, અમે જાણીએ છીએ કે, અમારી પાસે એક ડીલ છે, જે અમને છોડવાની મંજૂરી આપે છે.

ગોવના સહયોગી મંત્રી ડોમિનિક રાબ એ કહ્યું કે, બ્રસેલ્સની સાથે એક નવી બ્રેક્ઝિટ ડીલ પ્રાપ્ત કરીને જોનસને સંદિગ્ધોને ખોટા સાબિત કર્યા છે અને તેમને વિશ્વાસ છે કે, બ્રિટન હૈલોવીન સુધીમાં ઈયૂ છોડી દેશે.

જોનસને અવમાનના નો સામનો કરવો પડશે

વિપક્ષે બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસનને ‘જિદ્દી બાળક’ ગણાવ્યાં. વિપક્ષી લેબર પાર્ટીએ જોનસનને ચેતવણી આપી કે, તેમની આ ગતિવિધિઓને લઈને સંસદ તેમજ સંભવત: અદાલતની અવમાનના નો સમાનો કરવો પડી શકે છે.

ટસ્કે પુષ્ટી કરી છે કે તેમણે જોનસેનને બ્રેક્ઝિટમાં સમય મર્યાદમાં વધારો કરતો અપીલ પત્ર મળ્યો છે. ટસ્કે ટ્વીટર પર લખ્યું કે, હું હવે યુરોપિયન સંઘના નેતાઓ સાથે ચર્ચા કરીશ કે બ્રિટનને કેવી પ્રતિક્રિયા આપે. બ્રિટિશ સાંસદોએ શનિવારે બ્રેક્ઝિટની તારીખ 31 ઓક્ટોબરથી આગળ વધારવાના પક્ષમાં વોટ આપ્યો હતો. નક્કી કરાયેલી તારીખે બ્રેક્ઝિટ ન કરાવવાના પક્ષમાં 322 વોટ જ્યારે તેના વિરોધમાં 306 વોટ પડ્યા હતા.