વોશિંગ્ટનઃ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેની દોસ્તી અંગે એક નવુું સૂત્ર તૈયાર કર્યું છે. આવતા નવેમ્બરમાં અમેરિકામાં મધ્ય-સત્ર ચૂંટણી યોજાય એ પહેલાં અમેરિકામાં વસતાં પ્રભાવશાળી એવા ભારતીય સમુદાયનાં મતદારોને આકર્ષિત કરવાના પ્રયાસરૂપે ટ્રમ્પે સૂત્ર તૈયાર કર્યું છે: ‘ભારત-અમેરિકા સબસે અચ્છે દોસ્ત.’
30-સેકંડના એક વીડિયોમાં ટ્રમ્પ હિન્દીમાં આ સૂત્ર બોલતાં જોવા મળ્યા છે. આ વીડિયો રિપબ્લિકન હિન્દુ કોએલિશન (આરએચસી) સંસ્થાએ રિલીઝ કર્યું છે. વીડિયોમાં ટ્રમ્પ એમના સમર્થક અને શિકાગો-નિવાસી ઉદ્યોગપતિ અને આરએચસીના શલભ કુમાર સાથે બેઠેલાં દેખાય છે.