રાણી એલિઝાબેથની અંતિમવિધિઃ રાષ્ટ્રપતિ મુર્મુ લંડન પહોંચ્યાં

લંડનઃ 96 વર્ષની વયે ગઈ 8 સપ્ટેમ્બરે અવસાન પામેલાં બ્રિટનનાં રાણી એલિઝાબેથ-દ્વિતીયનાં 19 સપ્ટેમ્બરના સોમવારે નિર્ધારિત અંતિમસંસ્કાર વખતે ભારત સરકાર વતી હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લંડન પહોંચી ગયાં છે.

એલિઝાબેથનાં પાર્થિવ શરીરને હાલ વેસ્ટમિન્સ્ટર હોલમાં રાખવામાં આવ્યું છે. 19 સપ્ટેમ્બરની સવારે વેસ્ટમિન્સ્ટર એબી ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવશે. રાષ્ટ્રપતિ મુર્મમુ ત્રણ-દિવસ માટે બ્રિટન ગયાં છે. બ્રિટનના રાજા ચાર્લ્સ-તૃતિય દ્વારા આજે સાંજે બકિંગહામ મહેલ ખાતે દુનિયાભરનાં નેતાઓ માટે એક આવકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ મુર્મુને પણ તેમાં હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]