અમેરિકાઃ શિકાગોમાં હુમલો કરનાર વ્યક્તિની ધરપકડ

અમેરિકાઃ શિકાગોમાં અંધાધૂંધ ફાયરિંગ કરીને ચાર લોકોને ગંભીર રીતે ઘાયલ કરનાર હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. આ ગોળીબારની ઘટના એક હોસ્પિટલમાં બની હતી. આ સમગ્ર ઘટનામાં એક પોલીસ ઓફિસર ઘાયલ થયો હતો. અત્યારે તેમની હાલત નાજુક છે.તો આ સીવાય હોસ્પિટલમાં ચાર લોકો ઘાયલ થયા છે. આ તમામ ચાર લોકોની હાલત ગંભીર છે. આ ઘટનામાં હોસ્પિટલનો સ્ટાફ પણ ઘાયલ થયો છે.

પોલીસના જણાવ્યા અનુસાર અંધાધૂંધ ફાયરિંગ કરનાર શખ્સને ઠાર મારી દેવામાં આવ્યો છે. સર્ચ ઓપરેશન હાલ ચાલું છે. હોસ્પિટલને ખાલી કરાવી દેવામાં આવી છે. સ્થાનિક ટીવી ચેનલ પર એક નજરે જોનારાએ કહ્યું કે, તેને ઓછામાં ઓછી 20 ગોળીઓનો અવાજ સાંભળ્યો હતો.