પ્રાઈવેટ નોકરી કરનારા લોકો માટે સરકાર લાવી રહી છે ખુશખબર, જાણો વિગતો

નવી દિલ્હીઃ પ્રાઈવેટ નોકરી કરનારા કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સામાજિક સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે સરકાર આગામી થોડા સમયમાં જ મોટો નિર્ણય લઈ શકે છે. શ્રમ મંત્રાલય દેશમાં પ્રાઈવેટ નોકરી કરનારા લોકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે એક રાષ્ટ્રીય બોર્ડની નિમણૂંક કરી શકે છે. આના માટે મંત્રાલય સ્ટેકહોલ્ડર્સ સાથે વાતચીત કરી રહ્યું છે. તો આ સાથે જ મંત્રાલય નોકરિઓ આપનારી કંપનિઓને પણ નેશનલ લાઈસન્સ આપી શકે છે. આ મામલે આગામી થોડા સમયમાં મંત્રાલય દ્વારા મુસદ્દો જાહેર કરી શકે છે. સરકાર આની અંતર્ગત કર્મચારીઓને લેબર કોડ આપવા પર વિચાર કરી રહી છે.

ટ્રેડ યૂનિયન અને કર્મચારિઓ વચ્ચે આ સપ્તાહે થનારી બેઠકમાં આશા છે કે મજુરોની સુરક્ષા, સ્વાસ્થ્ય અને કામની યોગ્ય પરિસ્થિતીઓ મામલે લેબર બોર્ડને સ્વીકૃતિ પ્રાપ્ત થઈ જશે. ત્યારબાદ આને સંસદમાં રજૂ કરવામાં આવશે. જો બધુ જ યોગ્ય ચાલે તો સંસદના શીત સત્રમાં જ આને રજૂ કરી દેવામાં આવશે.

આ કોડમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરનારા લોકો પણ સમાવિષ્ટ હશે. કર્મચારીઓની નોકરી અને તમામ સેક્ટરોમાં કર્મચારીઓને યોગ્ય વર્કિંગ કન્ડીશનને રેગ્યુલેટ કરવા પર ફોકસ કરવામાં આવ્યું છે. આમાં નેશનલ ઓક્યુપેશનલ સેફ્ટી અને હેલ્થ એડવાઈઝરી બોર્ડની નિમણૂંક કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બંન્ને સંસ્થાઓ સરકારને વર્કર્સ સેફ્ટી મામલે નિયમ અને કાયદો બનાવવામાં મદદ કરશે અને એ પણ જોશે કે તેનું પાલન યોગ્ય રીતે થઈ રહ્યું છે કે નહી.

ફેક્ટરીઓ, ગોડાઉનો, નિર્માણ સ્થળો અને અન્ય જગ્યાઓ પર કામ કરનારા કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાના માનક બોર્ડ નક્કી કરશે. આમાં શારીરિક, રસાણિક, જૈવિક અને અન્ય પ્રકારના ખતરાઓના સંબંધમાં નિયમ બનાવવામાં આવશે જેનાથી કોઈપણ કર્મચારીને કોઈપણ પ્રકારનું શારીરિક અને અન્ય નુકસાન ન ઉઠાવવું પડે. આમાં નોકરિઓ આપનારી કંપનીઓને રાષ્ટ્રીય લાઈસન્સ આપવાની માંગને પણ પસાર કરવાની વાત કરવાની વાત કહેવામાં આવી છે. આ અંતર્ગત સ્ટાફિંગ કંપનિઓને ત્રણ વર્ષ માટે લાઈસન્સ મળી જશે.

ભારતીય મજદૂર સંઘ અનુસાર આ એક નિષ્પક્ષ બિલ છે જેમાં કશું પણ વિવાદિત નથી. કર્મચારીઓની સુરક્ષા માટે રાષ્ટ્રીય બોર્ડ ગઠિત થવાથી કંપનિઓ અને માલિક પોતાના તમામ કર્મચારીઓની મૂળભૂત જરુરિયાતોનો ખ્યાલ રાખશે. અને એ જ કારણ છે કે ભારતીય મજદૂર સંઘ આ બિલને સમર્થન આપી રહ્યું છે.