નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાયરસને લઈને ચાલી રહેલા મુકાબલા વચ્ચે અમેરિકાના બે યુદ્ધપોત વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં ઘૂસી ગયા છે. સૈન્ય વિશ્લેષકોનું માનવું છે કે આ ઘટનાક્રમને લઈને વાયરસની ઉત્પત્તિને લઈને પહેલાથી જ બાખડેલા અમેરિકા અને ચીન વચ્ચે તણાવ ખૂબ વધી ગયો છે. આટલું જ નહી વોશિંગ્ટનના આ પગલાથી વિવાદિત સમુદ્રી ક્ષેત્રમાં ચાલી રહેલા ગતિરોધ પણ વધી શકે છે. આ ઘટના એવા સમયે ઘટી કે જ્યારે દુનિયાના મોટાભાગના દેશો કોરોનાને લઈને લોકડાઉનમાં છે. રક્ષા વિશેષજ્ઞો અનુસાર, અત્યંત મારક યૂૂએસએસ અમેરિકા અને ગાઈડેડ મિસાઈસથી લેસ, યૂએસએસ બંકર હિલ યુદ્ધપોત દક્ષિણ ચીન સાગરના વિવાદિત મલેશિયાઈ જળ ક્ષેત્રમાં દાખલ થયા હતા. બન્ને અમેરિકી યુદ્ધપોત જે સમયે વિવાદાસ્પદ ક્ષેત્રમાં ઘુસ્યા, તે સમયે તે ક્ષેત્રમાં ચીન સરકારનું એક પોત કેટલાય દિવસથી મલેશિયાલ તેલ કંપનીના જહાજની આજુબાજુ મંડરાઈ રહ્યું હતું. મલેશિયાઈ તેલ કંપનીની આ બોટ સમુદ્રી ક્ષેત્રમાં તેલની શોધ કરવાના કામમાં જોડાયેલું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. નજીકના ક્ષેત્રમાં ચીન અને ઓસ્ટ્રેલિયાના યુદ્ધપોત પણ ત્યાં ચક્કર મારી રહ્યા હતા.
જાણકારોનું માનવું છે કે, કોરોના સંકટ સામે જુજવા દરમિયાન બીજીંગના દક્ષિણ ચીન સાગરમાં પોતાની ગતિવિધીઓ રત્તિભર પણ ઓછી નહોતી કરી. તેમના અનુસાર, મહામારી દરમિયાન પણ ચીને આ વિવાદિત સમુદ્રી ક્ષેત્રમાં પોતાનું આક્રમક વલણ ચાલુ જ રાખ્યું. ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજીક પોલીસી ઈન્સ્ટીટ્યૂટના પીટર જેંનગ્સ અનુસાર, ચીનનું માનવું છે કે વર્તમાન સમયમાં અમેરિકાની ક્ષમતા ઓછી થઈ ગઈ છે. ત્યારે તે પાડોશીઓને દબાવવાની રણનીતિ પર જાણી જોઈને તેજીથી અમલ કરી રહ્યા છે. જાન્યુઆરીમાં જ્યારે કોરોના વાયરસે તેજીથી ફેલાવાનું શરું કર્યું ત્યારે તે સમયે ચીને દક્ષિણ ચીન સાગરમાં પોતાની સૈન્ય ગતિવિધિઓ વધારી દીધી હતી. આ દરમિયાન તેણે સમુદ્રમાં દાવેદારી કરનારા દેશો અને તેમના માછીમારોને હેરાન કરવાનું શરુ કર્યું. આ મહિનાની શરુઆતમાં વિયેતનામે આરોપ લગાવ્યો કે ચીનના એક પોતે ટક્કર મારીને તેની એક નૌકાને ડૂબાડી દીધી હતી.