અક્ષતાએ ડાઉનિંગ સ્ટ્રીટમાં જતા સમયે 50-પાઉન્ડનું જેકેટ પહેર્યું

લંડનઃ યુનાઇટેડ કિંગડમનાં પ્રથમ મહિલા અક્ષતા મૂર્તિ અને ભારતીય અબજોપતિ નારાયણ મૂર્તિની પુત્રીએ લક્ઝરી લાઇફ સ્ટાઇલ હાલ પૂરતી છોડીને 10 ડાઉનિંગ સ્ટ્રીટના નિવાસસ્થાને જતાં પહેલાં હાઇ સ્ટ્રીટ બ્રાન્ડસને પસંદ કરી હતી. વડા પ્રધાન નિવાસસ્થાનમાં પરિવાર શિફ્ટ થતો હતો, ત્યારે તેમણે ગ્રે લેગિંગ, ભૂરા રંગનું જમ્પર અને 50 પાઉન્ડનું સફેદ કલરનું સ્લાઇડર્સ પહેર્યું હતું, એમ અહેવાલ કહે છે.

વડા પ્રધાન ઋષિ સુનક અને મૂર્તિ નંબર 11માં મોટા વિશાળ ફ્લેટમાં જવાને બદલે 10 ડાઉનિંગ સ્ટ્રીટની ઉપરના ફ્લેટમાં પરત ફરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. ડાઉનિંગ સ્ટ્રીટમાં 10 નંબરનો ફ્લેટ પ્રાઇમ લોકેશન પર છે, પણ એ અપેક્ષાથી નાનો છે. ગયા સપ્તાહના પ્રારંભે મૂર્તિને લંડનના ઘરથી બહાર નીકળતા જોવા મળ્યાં હતાં, ત્યારે તેમણે એક કાળા રંગની બેસબોલ ટોપી અને સ્વેટશર્ટ પહેર્યું હતું.

અક્ષતા મૂર્તિ ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિની પુત્રી છે અને તેમનો જન્મ ભારતમાં થયો હતો. બ્રિટિશ મૂળની ભારતીય ઉત્તરાધિકારી અને ફેશન ડિઝાઇનર આ વર્ષે જુલાઈમાં એ સમયે વિવાદમાં આવી હતી, જ્યારે એક વાઇરલ વિડિયોમાં તેઓ પત્રકારોની ઘરની બહાર રાહ જોતાં હતાં અને તેમને ચા-બિસ્કિટ આપતી હતી. નેટિજન્સે જણાવ્યું હતું કે એ ચાના કપ એમ્મા લેસી નામની બ્રાન્ડના હતા અને પ્રત્યેકની કિંમત 38 પાઉન્ડ હતી. સામાન્ય રીતે મૂર્તિ મોંઘા કપડાંના શોખીન છે.