અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ હુમલા માટે ન થાયઃ PM મોદી

ન્યુ યોર્કઃ વડા પ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 76મા સત્રને સંબોધિત કર્યું હતું. વડા પ્રધાને કહ્યું હતું કે વિશ્વ છેલ્લા દોઢ વર્ષથી વિશ્વ 100 વર્ષમાં આવેલા સૌથી મોટા રોગચાળા સામે લડી રહ્યું છે. એવા ભયંકર રોગચાળામાં જીવ ગુમાવનારા બધા લોકોને હું શ્રદ્ધાંજલિ આપું છું અને પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ભારતે 75મા સ્વતંત્રતા વર્ષમાં પ્રવેશ કર્યો છે. હું એક એવા વિવિધતા ધરાવતા લોકશાહી દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું, જે લોકતંત્રની જનની છે. વિવિધતા લોકશાહીની ઓળખ છે.

વડા પ્રધાને કહ્યું હતું કે પ્રદૂષિત પાણી ભારત જ નહીં પણ વિશ્વ માટે એક મોટી સમસ્યા છે. વિકાસ સર્વ સમાવેશી હોવો જોઈએ. દેશમાં છેલ્લાં સાત વર્ષમાં 43 કરોડને બેન્કિંગ વ્યવસ્થાથી સંકળાયેલા છે. દેશમાં પહેલી વાર સર્વસમાવેશી વીમા કવચ આપવામાં આવ્યું છે. ભારત વિકાસ કરે છે તો વિશ્વ વિકાસ કરે છે. ભારતમાં પ્રતિદિન રૂ. 350 કરોડથી વધુના ડિજિટલ વ્યવહારો થાય છે. ભારતે એક એવી રસી કરી છે, જેને 12 વર્ષથી વધુ વયના લોકોને લગાવી શકાય છે, એમ તેમણે કહ્યું હતું.

ભારતે રસીની નિકાસ કરવાનું શરૂ કરી દીધું છે. ભારતે સેવા પરમો ધર્મઃ હેઠળ જરૂરિયાતવાળા દેશોને આપવાનું શરૂ કર્યું છે. વૈશ્વિક રસી ઉત્પાદક કંપનીઓ ભારતમાં આવે અને રસીનું ઉત્પાદન કરવા હું તેમને આમંત્રણ આપું છું.

વડા પ્રધાને કહ્યું હતું કે કોરોના રોગચાળાએ વૈશ્વિક અર્થતંત્રને અને વિવિધતાપૂર્ણ બનાવવામાં આવે. ભારતે 75 વર્ષના અવસરે ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા 75 ઉપગ્રહોને અંતરિક્ષમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે.  વિશ્વમાં ગ્રીન હાઇડ્રોજન હબ ભારત બનશે.

વડા પ્રધાને પાકિસ્તાનને આડે હાથ લેતાં કહ્યું હતું કે વિશ્વને કટ્ટરપંથીઓનો ખતરો વધી રહ્યો છે. જે દેશ આતંકવાદનો ટૂલનો ઉપયોગ કરી રહ્યા છે, એ દેશોને પણ આતંકવાદથી એટલું જ જોખમ છે. આતંકવાદને ફૂલવાફાલવા માટે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ના થવો જોઈએ. અફઘાનિસ્તાનમાં અલ્પસંખ્યકોની સુરક્ષા જરૂરી છે. ત્યાં મહિલાઓ અને બાળકોને મદદ કરવાની જરૂર છે. સમુદ્રી સહદોનો દુરુપયોગ ના થવો જોઈએ. અફઘાનિસ્તાનમાં હિન્દુ અને શીખોની સુરક્ષા જરૂરી છે. આતંકવાદ સામે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશોએ પગલાં લેવાં જોઈએ. કેટલાક દેશો માટે આતંકવાદનો રાજકીય ઉપયોગ કરી રહ્યા છે.