12 વર્ષીય બાળકે ઘેરબેઠાં ત્રણ-કરોડની કમાણી કરી

લંડનઃ 12 વર્ષીય બેનયામિન અહમદ કોઈ સામાન્ય બાળક સમજવાની ભૂલ ના કરે. બેનયામિને માત્ર 12 વર્ષની ઉંમરે કરોડોની કમાણી કરી લીધી છે. બેનયામિને એક લોકપ્રિય નોન-ફન્જિબલ ટોકન (NFT) ક્લેક્શન વિકસિત કર્યાં હતાં, જે ચાર લાખ ડોલર (આશરે રૂ. ત્રણ કરોડ)માં વેચાયાં હતાં. અહમદના આ લોકપ્રિય NFTને વિયર્ડ વ્હેલ્સના નામે ઓળખવામાં આવે છે. લંડનમાં રહેતા અને બ્રિટિશ-પાકિસ્તાની મૂળના બેનયામિન આટલેથી જ નથી અટકવા માગતો. હું માત્ર એક ઓળખ સુધી સીમિત નથી રહેવા ઇચ્છતો. બેનયામિનના પિતા ઇમરાન અહમદે નાનપણમાં જ પુત્રને ટેક્નોલોજી તરફ વાળી દીધો હતો. બેનયામિન છ વર્ષની ઉંમરે જ કોડિંગ કરી રહ્યો છે. ઇમરાન એક સોફ્ટવેર ડેવલપર છે, જે લંડન સ્ટોક એક્સેચેન્જમાં કામ કરે છે.

બેનયામિનને એક નવું લેપટોપ ખરીદીને આપી દીધું હતું. તેનો તેમાં રસ વધતાં તેને મેં કોડિંગ શિખવાડવાનું શરૂ કર્યું હતું. આશ્ચર્યની વાત એ હતી કે બેનયામિનને કોડિંગ સમજવામાં મુશ્કેલીઓ કોઈ મુશ્કેલી નહોતી નડી. મેં બેનયામિનને ઓપન સોર્સ દ્વારા કોડિંગ શિખવાડવાનું શરૂ કર્યું હતું.

બેનયામિનને જે વિયર્ડ વ્હેલ્સે કરોડપતિ બનાવ્યો, એ તેનો બીજો પ્રોજેક્ટ હતો. આ પહેલાં મિક્રાફ્ટ યી હા નામનો એક NFT પ્રોજેક્ટને વિકસિત કરી રહ્યો હતો.અહીંથી શીખ મળ્યા પછી વિયર્ડ વ્હેલ્સ પર કામ કરવાનું તેણે શરૂ કર્યું, જે બિટક્વોઇન વ્હેલથી પ્રેરિત હતો.

બિટક્વોઇન વ્હેલ એ લોકોને કહે છે, જેમણે વિપુલ માત્રામાં બિટકોઇન ખરીદીને રાખ્યા છે. બેનયામિનએ ઓપન સોર્સ પાયથન સ્ક્રિપ્ટ દ્વારા 3350 યુનિક ડિજિટલ ક્લેક્ટિબલ વ્હેલ જનરેટ કર્યો. તેનો આ પ્રોજેક્ટ માત્ર નવ કલાકમાં વેચાઈ ગયો હતો, જે દરમ્યાન તેને આશરે 1,50,000 ડોલર મળ્યા હતા.