ગુજરાતી કવિ સંમેલનમાં વિજેતા કવિઓને સન્માનિત કરાયા

ગાંધીનગરઃ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા-ગાંધીનગર અને સૂરજ બા મેમોરિયલ ટ્રસ્ટ-જેસરવા, પેટલાદ-આણંદ જિલ્લા દ્વારા ગુજરાતીમાં સ્વામી વિવેકાનંદ તથા ભારત માતા વિશે દ્વારા ઓનલાઇન કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ કવિ સંમેલનની પૂર્વસંધ્યાએ ૧૦ સપ્ટેમ્બરે ઓડિયો અથવા વિડિયો બહાર પાડવામાં આવ્યાં હતાં, જેમાં ત્રણ મિનિટ સુધીનો વિડિયો અથવા ઓડિયો તથા કવિતા પ્રસ્તુત થઈ હતી.

આ કવિ સંમેલનમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનારા કવિઓને “સૂરજ બા મેમોરિયલ પબ્લિક ટ્રસ્ટના કેલિફોર્નિયાસ્થિત ગોવિંદભાઈ પટેલ દ્વારા તેમના માતુશ્રીની યાદમાં અનુક્રમે પ્રથમ ક્રમે ડો. ભાવના સાવલિયા-રાજકોટને રૂ. ૨૧૦૦, બીજા ક્રમે સુનીતા વ્યાસ-અમદાવાદને રૂ. ૧૧૦૦ તથા ત્રીજા ક્રમે આવનારા કવિ મણિલાલ શ્રીમાળીને રૂ. ૫૦૦ના પુરસ્કાર આપવામાં આવ્યા હતા. તેમને ડો. પ્રીતિ પટેલ પ્રોફેસર ડો. જસવંત સિંહ રાઠોડને હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ભાગ લેનારા કુલ ૬૧ કવિઓને સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં અતિથિ તરીકે શૈલેશ વાણિયા-અધ્યક્ષ, ખંભોળજ સાહિત્ય સંસ્થા-આણંદ તથા રાષ્ટ્રીય અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર અને અવકાશ પટેલ દ્વારા બાકીના કવિઓને સન્માનિત કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાં ડો પ્રીતિ પટેલ દ્વારા સરસ્વતી-વંદના કરવામાં આવી હતી અને ડો. ગુલાબચંદ પટેલ દ્વારા અતિથિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતમાં રાષ્ટ્ર-ગીત ડો. ગુલાબચંદ પટેલ અધ્યક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

,

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]