ગણપત યુનિવર્સિટીમાં 60 જેટલાં રિસર્ચ પેપર્સ રજૂ કરાયા

ગણપત વિદ્યાનગર: ગણપત યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા એક કોન્ફરન્સ સીરીઝ ચાલે છે –
“કોન્ફરન્સ ઓન ઇમરજિંગ મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ “, તેના અનુસંધાનમાં આ વર્ષે પણ બિઝનેસ ટેકનોલોજી અને સસ્ટેઈનેબીલિટી વિષય ઉપર બે દિવસીય ઇન્ટરનેશનલ હાઇબ્રીડ કોન્ફરન્સનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં વિદ્વાન અભ્યાસુ સંશોધકો અને સુપ્રસિષ્ઠિત ઉદ્યોગ નિષ્ણાતોએ સહભાગી બની કોન્ફરન્સને સફળ જ નહીં સંપૂર્ણ સાર્થક બનાવી હતી. આ મહાનુભાવો વિશ્વના અનેક દેશોનું પ્રતિનિધિત્વ કરતા હતા. આ કોન્ફરન્સ તેના ઉદ્ઘાટન સમારોહથી, વિચાર સમૃધ્ધ કી-નોટ સંબોધનોથી પ્લેનરી સેશન્સથી, રિસર્ચ વર્કશોપથી અને સૌથી વધુ તો 60 જેટલાં વિવિધ વિષયો ઉપરના સંશોધન પત્રોની રજૂઆતથી ઘણી જ્ઞાન સમૃદ્ધ બની રહી હતી.કોન્ફરન્સનો પ્રારંભ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ડો. હિરેન પટેલે ઉષ્માભર્યા સ્વાગત સાથે કર્યો હતો. તો યુનિવર્સિટીના ગ્રુપ ચાન્સેલર પ્રો. ડૉ. મહેન્દ્ર શર્માએ આ અવસરના આયોજનની યથાર્થતા સમજાવી હતી. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને પેટ્રન-ઈન-ચિફ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ – દાદાએ પણ સંસ્થાની શૈક્ષિક શ્રેષ્ઠતા માટેની પ્રતિબધ્ધતા અને વૈશ્વિક સહયોગની વાત કરી હતી.

થાઈલેન્ડના એશિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના એકેડેમિક અફેર્સના એકટીંગ વાઇસ ચાન્સેલર પ્રો. નીતિનકુમાર ત્રિપાઠીએ એકેડેમિક ઇનોવેશનના વિવિધ પાસાઓ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. અબુધાબી યુનિવર્સિટી, દુબઇ – યુ. એ. ઈ. ની કોલેજ ઑફ બિઝનેસના ઇન્ટરનેશનલાઈઝેશન અને પાર્ટનરશીપ ડિપાર્ટમેન્ટના હેડ તેમજ માર્કેટિંગના એસોસિયેટ પ્રો.ડો. કિરણ નાયરે ઇન્ટરનેશનલ એજ્યુકેશન સ્ટ્રેટેઝીસ ઉપર પ્રકાશ પાડ્યો હતો. લેટવિયા, યુરોપિયન યુનિયનની રિગા ટેકનિકલ યુનિવર્સિટીની રિગા બિઝનેસ સ્કૂલના એકેડેમિક અફેર્સના ડાયરેક્ટર ક્લાઉડીઓ.એ. રિવેરાએ એડવાન્સમેન્ટ ઈન બિઝનેસ એજ્યુકેશન ઉપર વિગતે ચર્ચા કરી હતી. તો ફિલિપાઇન્સની સાઉથવિલે ઇન્ટરનેશનલ સ્કૂલ એન્ડ કોલેજીસની કોલેજ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના ડીન ડૉ. એરીસ ઇગ્નાસીઓએ ડેવલપમેન્ટ્સ ઇન ટેકનોલોજી ડ્રિવન એજ્યુકેશન ઉપર વિષદ છણાવટ કરી હતી.આ બે દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સની સૌથી મોટી સફળતા અને વિશેષતા એ રહી હતી કે આ અવસરે 60 જેટલાં ફૂલ રિસર્ચ પેપરની રજૂઆત પણ થઈ…! આ પેપર્સમાં તેના વિદ્વાન અભ્યાસુઓએ મેનેજમેન્ટ, ફાઈનાન્સ, માર્કેટિંગ, સસ્ટેઈનેબીલિટીબિલિટી જેવા વિવિધ વિષયોને આવરી લીધા હતા. આ કોન્ફરન્સની વધુ એક વિશેષતા એ પણ રહી કે આમાં ” ધી કોન્ફરન્સ રિસર્ચ વર્કશોપ”નું પણ આયોજન થયું હતું. જેનું સંચાલન આઈ. આઈ. એમ. કોઝિકોડે, ઇન્ડિયાના ડોક્ટર શ્રીજેશ એસ. દ્વારા કરવામાં આવ્યું હતું.

કોન્ફરન્સના અંતે પ્રાઇઝ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંશોધનના ક્ષેત્રે ઉચ્ચકક્ષાનું પ્રદાન કરનાર પ્રતિભાવોના આદર-સન્માન કરવામાં આવ્યા હતા. ગણપત યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ દ્વારા આ કોન્ફરન્સને સફળ અને સાર્થક બનાવનારા સૌ સહભાગીઓ, નિષ્ણાત વિદ્વાનો અને સન્માનનીય મહેમાનો માટે આદર અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.