IND vs BAN : બાંગ્લાદેશે ભારતને જીત માટે 257 રનનો ટાર્ગેટ આપ્યો

આજે ODI વર્લ્ડ કપ 2023ની 17મી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને આઠ વિકેટે 256 રન બનાવ્યા. ભારતને જીતવા માટે 257 રનનો ટાર્ગેટ મળ્યો છે. બુમરાહની તોફાની બોલિંગે બાંગ્લાદેશને છેલ્લી ઓવરોમાં મોટા શોટ મારવાની તક આપી ન હતી. બુમરાહે 10 ઓવરમાં 41 રન આપીને બે વિકેટ લીધી હતી. સિરાજ અને જાડેજાને પણ બે-બે વિકેટ મળી હતી. બાંગ્લાદેશે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી હસન અને લિટને અર્ધસદી ફટકારી હતી.

પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે આઠ વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને ODI વર્લ્ડ કપ 2023માં સતત ચોથી જીત હાંસલ કરવા માટે 257 રનનો લક્ષ્યાંક છે. બાંગ્લાદેશ તરફથી લિટન દાસે સૌથી વધુ 66 રન બનાવ્યા હતા. જ્યારે તંજીદ હસને 51 રનની ઇનિંગ રમી હતી. અંતે, મહમુદુલ્લાહે 46 રનની ઇનિંગ રમી અને ટીમના સ્કોરને 250 રનની નજીક પહોંચાડ્યો. મુશ્ફિકુર રહીમે 38 રનનું યોગદાન આપ્યું હતું.

ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે અને તેણે અત્યાર સુધીની ત્રણેય મેચ જીતી છે. જ્યારે બાંગ્લાદેશની ટીમ ત્રણમાંથી એક જીતી છે અને બેમાં હાર છે.