નવી દિલ્હીઃ નોઈડાની હાઈટેક સિટીમાં આવેલા એક ડે-કેર સેન્ટરમાં 15 મહિનાની બાળકીને એક એટેન્ડન્ટે માર માર્યાનો વિડિયો વાઇરલ થયો છે. આ બર્બરતા એ બાળકીની સંભાળ માટે રાખવામાં આવેલી મહિલાએ જ કરી હતી. CCTVમાં ડે-કેરની મેઇડ બાળકીને મારતી અને તેને જમીન પર ફેંકતી દેખાય છે. એટલું જ નહીં, તેણે બાળકીને અનેક જગ્યાએ દાંતથી બચકાં ભર્યાં હતાં. પોલીસે બાળકીની માતાની ફરિયાદ પર કેસ નોંધ્યો છે અને આરોપી મહિલાની ધરપકડ છે. CCTV ફુટેજમાં મેઇડની હરકતો જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત છે.
આ મામલે ડે-કેરના માલિક વિરુદ્ધ પણ FIR નોંધવામાં આવી છે, જે કહેવાય છે કે આ બધું જોઈ રહ્યો હતો, પણ તેણે કોઈ હસ્તક્ષેપ કર્યો નહોતો. પારસ તિયરિયા- બાળકીની માતાએ ગુરુવારે સેક્ટર 142 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે આરોપીની ઓળખ ડે-કેર “બ્લિપ્પી”ની માલિક ચારુ અને શાહદરા ગામની એટેન્ડન્ટ સોનાલી તરીકે કરી. આ બાળકી મે મહિનાથી દરરોજ બે કલાક માટે ડે-કેરમાં આવતી હતી. સોમવારે જ્યારે માતા પોતાની દીકરીને લેવા આવી ત્યારે તેણે જોયું કે તે અસામાન્ય રીતે વ્યાકુળ હતી. ઘરે પહોંચ્યા પછી તેણે દીકરીની જાંઘ પર બચકાં ભર્યાંનાં નિશાન જોયાં હતા.
#NOIDA DAY CARE में मासूम बच्ची के साथ मेड ने करी दरिंदगी
15 महीने की मासूम को को मेड ने दांतो से काटा
बच्ची को मेड ने पटक दियापूरी घटना डे-केयर के CCTV में कैद हो गई
पैरेंट्स की शिकायत की आरोपी गिरफ्तार
सेक्टर-137 स्थित पारस टेरिया सोसायटी स्थित प्ले स्कूल की घटना… pic.twitter.com/zG5WmNsd6d
— PRIYA RANA (@priyarana3101) August 11, 2025
જ્યારે ડોક્ટરે ખાતરી કરી કે આ ખરેખર માનવીના દાંતના નિશાન છે, ત્યારે તે ડે-કેર પહોંચી અને CCTV ફુટેજ બતાવવાની માગ કરી. આ ફુટેજમાં ચોંકાવનારી ઘટનાઓનો ક્રમ સામે આવ્યો. સોનાલી બાળકીને થપ્પડ મારી રહી હતી, તેને જમીન પર ફેંકી રહી હતી, પ્લાસ્ટિકના બેટથી મારી રહી હતી અને તેને બચકાં ભરી રહી હતી. જ્યારે માતાએ આ બાબતે ડે-કેરની માલિક ચારુ સાથે વાત કરી, ત્યારે સોનાલી અને ચારુએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને ધમકી પણ આપી. વિડિયો ફુટેજનો ઉલ્લેખ કરતાં માતાએ કહ્યું હતું કે તેની દીકરીના જોરજોરથી રડવા છતાં ચારુએ તેની કોઈ સંભાળ લીધી નહોતી કે તેને શાંત કરવાની કોશિશ કરી નહોતી.




