બિહારમાં CM નીતીશકુમારે 27 મંત્રીઓ સાથે લીધા શપથ

પટનાઃ JDU સુપ્રીમો નીતીશકુમારે આજે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં રેકોર્ડ 10મી વખત બિહારના CM તરીકે શપથગ્રહણ કર્યા હતા. તેમની સાથે 27 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાએ પણ નીતીશ કુમાર સાથે શપથગ્રહણ કર્યા હતા. આ શપથગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને NDA શાસિત અનેક રાજ્યોના મુખ્ય મંત્રીઓ સહિત અનેક ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.

JDUના વિજયકુમાર ચૌધરી, બિજેન્દ્ર પ્રસાદ યાદવ અને શ્રવણ કુમારે બિહારના મંત્રી તરીકે શપથ લીધા હતા. લેંસી સિંહ, મદન સાહની, નીતિન નબીન, રામકૃપાલ યાદવ, સંતુષ કુમાર સુમન અને સુનીલકુમારે પણ પટનાના ગાંધી મેદાનમાં રાજ્ય મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી મેદાનમાં લોકોનું અભિવાદન કર્યું અને પોતાનો ખાસ ગમછો લહેરાવી બિહારના લોકોનો આભાર માન્યો હતો.

હજારોની ભીડની વચ્ચે જેમજેમ નીતીશકુમારે હું નીતીશકુમાર કહ્યું, ત્યારે લોકોમાં ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો. નીતીશકુમાર 2005થી સતત બિહારના CM રહ્યા છે. જોકે થોડા મહિના માટે તેમણે જીતન રામ માંઝીને પદભાર સોંપ્યો હતો.

ખાસ મહેમાનો માટે લિટ્ટી-ચોખા, મખાના-ખીરની વ્યવસ્થા

બિહારની નવી સરકાર અને આયોજક સમિતિએ ગુરુવારે પટનામાં શપથ ગ્રહણ સમારોહ માટે આવતા ખાસ મહેમાનો માટે વિશાળ અને સાંસ્કૃતિક રીતે તૈયારીઓ કરી છે. આ સમારોહમાં હાજર રહેલા મહેમાનોનું સ્વાગત બિહારની પ્રસિદ્ધ પરંપરાગત વાનગીઓથી કરવામાં આવ્યું છે.

આવેલા મહેમાનો માટે ખાસ ચા અને પરંપરાગત વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. છે, જેમાં  નિમકી, ઢોકળા, ઢોકળાં,મઠરી અને ગુજિયા સામેલ છે. મહેમાનોને રાજ્યની સમૃદ્ધ ફૂડ હેરિટેજનું પૂરું સ્વાદ આપવા માટે ઘણા કરતાં પણ બીજી પરંપરાગત બિહારી વાનગીઓ પણ સર્વ કરવામાં આવશે.