ICCએ શ્રેષ્ઠ ODI ટીમની જાહેરાત કરી : 6 ભારતીય ખેલાડીઓને સ્થાન

વર્ષ 2023ની સર્વશ્રેષ્ઠ T20 ટીમ પસંદ કર્યા બાદ ICCએ હવે શ્રેષ્ઠ ODI ટીમની પણ જાહેરાત કરી છે. મોટા સમાચાર એ છે કે આ ટીમમાં કુલ 6 ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે. ટીમના કેપ્ટન રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે અને વિરાટ કોહલી, શુભમન ગિલ પણ આ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ છે. બીજી રસપ્રદ વાત એ છે કે વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ટીમના માત્ર 2 ખેલાડીઓને શ્રેષ્ઠ ODI ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન પેટ કમિન્સ વર્ષની સર્વશ્રેષ્ઠ ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. ઓસ્ટ્રેલિયા તરફથી ટીમમાં માત્ર ટ્રેવિસ હેડ અને એડમ ઝમ્પાની પસંદગી કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

ICC ODI ટીમ ઓફ ધ યર 2023

ICCની વર્ષની શ્રેષ્ઠ વનડે ટીમના ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલ છે. રોહિત પણ કેપ્ટન બની ગયો છે. ટ્રેવિસ હેડને ત્રીજા નંબર પર રાખવામાં આવ્યો છે. જ્યારે ચોથા નંબર પર વિરાટ કોહલીની પસંદગી કરવામાં આવી છે. આ ટીમમાં ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ડેરેલ મિશેલની પણ પસંદગી કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકાનો વિકેટકીપર હેનરિક ક્લાસેન વિકેટકીપર તરીકે ટીમમાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાનો બોલિંગ ઓલરાઉન્ડર માર્કો જોન્સન પણ આ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. આ ટીમમાં બે સ્પિનરોની પસંદગી કરવામાં આવી છે અને રસપ્રદ વાત એ છે કે બંને રિસ્ટ સ્પિનર્સ છે. એડમ જમ્પા અને કુલદીપ યાદવને ટીમમાં એન્ટ્રી મળી છે. મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીને ફાસ્ટ બોલર તરીકે સ્થાન મળ્યું છે.

વર્ષ 2024 ની શ્રેષ્ઠ ODI ટીમ:

રોહિત શર્મા, શુભમન ગિલ, ટ્રેવિસ હેડ, વિરાટ કોહલી, ડેરેલ મિશેલ, હેનરિક ક્લાસેન, માર્કો જેન્સન, એડમ ઝમ્પા, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને મોહમ્મદ શમી.

ICCએ આંકડાઓના આધારે ટીમ પસંદ કરી 
રોહિત શર્માએ વર્ષ 2023માં 52ની એવરેજથી 1255 રન બનાવ્યા હતા અને તેણે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે પણ 131 રન બનાવ્યા હતા.
શુભમન ગિલે વર્ષ 2023માં પાંચ સદી ફટકારી હતી અને તેણે ન્યૂઝીલેન્ડ સામે પણ શાનદાર બેવડી સદી ફટકારી હતી.
ટ્રેવિસ હેડે 2023 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી. તે વર્લ્ડ કપની સેમીફાઈનલ અને ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.
વિરાટ કોહલીએ વર્ષ 2023માં 1377 રન બનાવ્યા હતા. તેણે કુલ 6 સદી ફટકારી હતી અને તે વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ હતો.
ડેરેલ મિશેલે 2023માં પાંચ સદી ફટકારી હતી અને તેના બેટથી 52.34ની એવરેજથી 1204 રન બનાવ્યા હતા.
હેનરિક ક્લાસને વર્ષ 2023માં બે ODI સદી ફટકારી હતી અને તેણે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે સદીની ઇનિંગ્સ રમી હતી. ઉપરાંત, વિકેટકીપર તરીકે તેનું પ્રદર્શન અદ્દભુત હતું.
માર્કો જેન્સન અને એડમ ઝમ્પાએ બોલ વડે પોતાની તાકાત બતાવી હતી. યાનસને ઓસ્ટ્રેલિયા સામે પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે ઝમ્પાએ વર્ષ 2023માં કુલ 38 વિકેટ લીધી હતી.
વર્ષ 2023માં મોહમ્મદ સિરાજે 44 વિકેટ અને કુલદીપ યાદવે 49 વિકેટ ઝડપીને ODI ટીમ ઓફ ધ યરમાં સ્થાન મેળવ્યું હતું. જ્યારે મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં ચાર વખત પાંચ વિકેટ ઝડપીને ઈતિહાસ રચ્યો હતો.