ઇન્કમ ટેક્સમાં છૂટ પછી સેલરીમાં કેટલા રૂપિયાની બચત થશે?

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ 2025માં આવકવેરાના સ્લેબમાં મહત્ત્વના ફેરફાર કર્યા છે. હવે રૂ. 12 લાખની વાર્ષિક કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. નવી ટેક્સ સિસ્ટમ હેઠળ રૂ. 12 લાખ સુધીની આવક પર કોઈ ઇન્કમ નહીં લાગે. આવો ટેક્સપેયર્સને અલગ-અલગ સ્લેબમાં આવનારા વર્ગને ટેક્સ બચતની માહિતી આ પ્રકારે છે. 

કેટલી થશે ટેક્સ બચત
કમાણી
 બચત- રૂપિયામાં
નવ લાખ 40,000
10 લાખ  50,000
11 લાખ 65,000
12 લાખ  80,000
16 લાખ  50,000
18 લાખ 70,000
20 લાખ  90,000
25 લાખ 1.1 લાખ

સરકારના આ ફેરફારથી મધ્યમ વર્ગ અને પગારદાર કર્મચારીઓને કરરાહત મળવાની અપેક્ષા છે. બજેટ ભાષણમાં નાણાપ્રધાને કહ્યું હતું કે સરકારનો હેતુ કરવેરાને સરળ બનાવવાનો છે અને ટેક્સપેયર્સને પ્રોત્સાહિત કરવાનો છે. સરકારે મધ્યમ વર્ગ પર વિશેષ ધ્યાન આપતાં પર્સનલ ટેક્સને લઈ આ નિર્ણય કર્યો છે.

આમ હવે ટેક્સપેયર્સને રૂ. 12 લાખની આવક પર કી ટેક્સ નહીં લાગે. સેલરીવાળા ટેક્સપેયર્સ માટે રૂ. 12.75 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. રૂ. 12 લાખની સેલરીમાં રૂ. 75,000નું સ્ટેન્ડર્ડ ડિડક્શન સામેલ છે. નવા ટેક્સથી મિડલ ક્લાસ ટેક્સમાં ઘટાડો થશે. મધ્યમ વર્ગ પાસે વધુ નાણાં રહેશે, જેનાથી ઘરેલુ ખપત, બચત અને મૂડીરોકાણને પ્રોત્યાહન મળશે.બધા ટેક્સપેયર્સને લાભ પહોંચાડવા માટે ટેક્સ સ્લેબ અને દરોમાં ફેરફાર કર્યો હતો.