બધાં રાજ્યોને ઇમર્જન્સી માટે તૈયાર રહેવા ગૃહ મંત્રાલયનો નિર્દેશ

નવી દિલ્હીઃ પાકિસ્તાન સાથે યુદ્ધ સમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સંપૂર્ણ રીતે તૈયારી સાથે મેદાનમાં ઊતર્યું છે. ભારતીય સેના પાકિસ્તાનના અનેક ડ્રોન અને મિસાઇલોને ધરાશાયી કરી ચૂકી છે. આ સાથે પાકિસ્તાન બોર્ડર નજીકના ઘણા ચેકપોસ્ટ્સ પરથી ભારે ગોળીબાર થઇ રહ્યો છે, જેને ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.

ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પ્રશાસકોને ઇમર્જન્સી પરિસ્થિતિ સાથે નિપટવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે કહ્યું હતું કે તમામ રાજ્યોએ નાગરિક સુરક્ષા નિયમો હેઠળ આપાતકાલીન શક્તિઓનો ઉપયોગ કરીને જરૂરી સાવચેતીનાં પગલાં કાયદેસર રીતે અમલમાં મૂકવા જોઈએ, જેથી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય.એ સાથે જ યુદ્ધ દરમિયાન જરૂરી ચીજવસ્તુઓવગેરેની ખરીદી કરીને તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પણ કહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બુધવાર અને ગુરુવારની મધ્ય રાત્રિએ પાકિસ્તાનને ભારતનાં અનેક શહેરોને મિસાઇલ, ડ્રોન અને ફાઈટર જેટથી નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતીય સેનાએ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા હતા. ભારતે પાકિસ્તાનનાં ત્રણ ફાઈટર જેટ અને તેના ડઝનેક મિસાઇલ અને ડ્રોનને આકાશમાં જ નષ્ટ કરી દીધાં હતાં. ત્યાર બાદ ભારતે પણ પાકિસ્તાની શહેરોમાં ભારે હુમલો કરીને વિનાશ સર્જ્યો હતો.

ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને જિલ્લા વહીવટીતં ત્રોને નાગરિક સંરક્ષણ નિયમો હેઠળ કટોકટીની સત્તાઓનો ઉપયોગ કરવા જણાવ્યું છે જેથી નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી સાવચેતી પગલાંનો કાર્યક્ષમ અમલ થાય.