રશિયામાં એક હેલિકોપ્ટર ટેકઓફ કર્યા બાદ ગુમ થઈ ગયું હતું. હેલિકોપ્ટરમાં ત્રણ ક્રૂ મેમ્બર સહિત કુલ 22 લોકો સવાર હતા. હેલિકોપ્ટરની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ માહિતી રશિયન મીડિયા દ્વારા જાહેર કરવામાં આવી છે. રશિયાની સરકારી સમાચાર એજન્સી અનુસાર, આ હેલિકોપ્ટર રશિયાના સુદૂર પૂર્વી દ્વીપકલ્પ કામચાટકામાં વાચકઝેટ્સ જ્વાળામુખી પાસે ગુમ થયું છે. સર્ચ ઓપરેશનમાં અન્ય એક વિમાન તૈનાત કરવામાં આવ્યું છે. સર્ચ ઓપરેશનમાં ભાગ લેવા માટે રશિયન ઈમરજન્સી મિનિસ્ટ્રીનું એમઆઈ-8 હેલિકોપ્ટર પણ તૈયાર છે.
રશિયન મીડિયા અનુસાર, વિટિયાઝ-એરો એરલાઇનનું Mi-8T હેલિકોપ્ટર વાચકજેટ્સ જ્વાળામુખી ક્ષેત્રની એક સાઇટથી 25 કિમી દૂર નિકોલેવકા ગામ તરફ ઉડ્યું હતું. પરંતુ નિર્ધારિત સમયે 07:15 (મોસ્કો સમય) ની આસપાસ તેનો સંપર્ક તૂટી ગયો. જણાવવામાં આવી રહ્યું છે કે ઘટનાસ્થળે ધુમ્મસ અને ઝરમર વરસાદ હતો.
કમિટીએ પણ તપાસ શરૂ કરી હતી
તપાસ સમિતિએ ટ્રાફિક સુરક્ષા નિયમો અને હવાઈ પરિવહન કામગીરીના ઉલ્લંઘનની પણ તપાસ શરૂ કરી છે. આ વર્ષે જાન્યુઆરીમાં, મોસ્કો જતું રશિયન ચાર્ટર પ્લેન ઉત્તર અફઘાનિસ્તાનમાં ક્રેશ થયું હતું.